રાજકોટ
News of Friday, 16th November 2018

સાધુ વાસવાણી રોડ પર જ્યોતિબેન નૈયાને પતિએ ધક્કો મારતાં ઇજા

રાજકોટ તા. ૧૬: સાધુ વાસવાણી રોડ પર બ્લોક ૧૦૧માં રહેતી જ્યોતિબેન કેતનભાઇ નૈયા (ઉ.૩૦) સાંજે પોતાને પતિએ ધક્કો મારતાં ઇજા થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી. આ અંગે હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

પીએસઆઇ રબારી અને રાઇટર મહિપાલસિંહે તેણીનું નિવેદન નોંધવા કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ જ્યોતિબેને શિક્ષક કેતનભાઇ નૈયા સાથે લવમેરેજ કર્યા છે. સંતાનમાં એક પુત્રી છે. અગાઉ પતિ-પત્નિ વચ્ચે માથાકુટ થતાં બંને અલગ થઇ ગયા હતાં. પણ દિકરીને કારણે સમાધાન થઇ ગયું હતું. ગત સાંજે ફરી ઝઘડો થતાં પતિએ ધક્કો મારતાં પડી ગયાનું બહાર આવ્યું હતું.

(3:04 pm IST)