રાજકોટ
News of Friday, 16th November 2018

ઘંટેશ્વરના બુટલેગર બનારસ ચોહાણને પાસા તળે સુરત જેલમાં ધકેલી દેવાયો

ક્રાઇમ બ્રાંચ અને પીસીબીની કાર્યવાહી અંતર્ગત પોલીસ કમિશ્નરનો હુકમ

રાજકોટ તા. ૧૬: પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વધુ એક બુટલેગરને પાસા તળે જેલહવાલે કરવા હુકમ કર્યો છે.ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર ૩૩૭માં રહેતો બનારસ અંગ્રેજીયાભાઇ ચોૈહાણ (ઉ.૪૨) અગાઉ  દારૂના ત્રણ ગુનામાં પકડાયો હોઇ તેમજ ભુતકાળમાં પણ આવા ગુના આચરી ચુકયો હોઇ અને ૨૦૧૬ થી ૨૦૧૮ સુધી હદપાર પણ કરવામાં આવ્યો હોઇ આમ છતાં તે ફરીથી દારૂના ગુનામાં પકડાતાં તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત ક્રાઇમ બ્રાંચ તરફથી કરવામાં આવી હતી. આ દરખાસ્તને પોલીસ કમિશ્નર શ્રી અગ્રવાલે મંજુર કરી તેને સુરત જેલમાં ધકેલવા હુકમ કરતાં પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ ડી. પી. ઉનડકટ, કોન્સ. વિરેન્દ્રસિંહે વોરન્ટની બજવણી કરી છે.

આ કામગીરીમાં પીસીબીના પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, પીએસઆઇ વી. જે. જાડેજા, હેડકોન્સ. શૈલેષભાઇ, રાજુભાઇ, અજયભાઇ શુકલા, ઇન્દ્રજીતસિંહ, રાહુલગીરી સહિતે પણ મદદ કરી હતી.

(3:03 pm IST)