રાજકોટ
News of Friday, 16th November 2018

મારામારીમાં ફરાર રાહુલ ડાંગરને ભકિતનગર પોલીસે પકડી લીધો

અગાઉ રાયોટીંગ-તોડફોડના ૪ ગુનામાં સંડોવાયો'તો

રાજકોટ તા.૧૬: મારામારી અને ધમકીના ગુનામાં ફરાર શખ્સ રાહુલ પ્રભાતભાઇ ડાંગર (આહિર) (ઉ.૨૨-રહે. ન્યુ કેદારનાથ સોસાયટી-૯)ને ભકિતનગર પોલીસે પકડી લીધો છે.

ઇન્ચાર્જ પી.આઇ. આર. એેસ. ઠાકરની સુચના અન્વયે પીએસઆઇ પી.એમ. ધાખડા, બી. બી. કોડીયાતર, હેડકોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા, કોન્સ. દેવાભાઇ ધરજીયા, નિલેષભાઇ ચાવડા, વિક્રમભાઇ ગમારા, વાલજીભાઇ જાડા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે ૨૨૦/૧૮ નંબરના મારામારીના ગુનામાં ફરાર રાહુલ ડાંગર માધવ હોલ પાસે આવવાનો છે. તેના આધારે વોચ રાખી તેને પકડી લેવાયો હતો. આ શખ્સ અગાઉ ભકિતનગરમાં મારામારી, તોડફોડ, રાયોટના ત્રણ ગુનામાં અને તાલુકા પોલીસના રાયોટના ગુનામાં પણ પોલીસ ચોપડે ચડી ચુકયો હતો.

ડીસીપી રવિકુમાર સૈની, એસીપી પ્રદિપસિંહ જાડેજાની સુચના અન્વયે ભકિતનગરની ટીમે આ કાર્યવાહી કરી હતી.

(3:03 pm IST)