રાજકોટ
News of Friday, 16th November 2018

ચુનારાવાડના મહેશભાઇ કોળીનું દારૂ પીવાની ટેવને કારણે મોત

રાજકોટ તા. ૧૬: ચુનારાવાડ-૧માં રહેતો મહેશભાઇ તેજાભાઇ ઢાપા (ઉ.૩૯) નામનો કોળી યુવાન રાત્રે નવેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોેહાણે થોરાળા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર મહેશભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં બીજો હતો. તેણે દેવીપૂજક મહિલા સાથે લવમેરેજ કર્યા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. અગાઉ પોતે છુટક મજૂરી કરતો હતો પણ હાલ બિમાર હોઇ કામે જઇ શકતો નહોતો. દારૂ પીવાની ટેવને કારણે શરીરમાં બિમારી ઘર કરી ગઇ હોવાનું તેના પરિવારજનોએ કહ્યું હતું. આ બિમારીથી જ મોત નિપજ્યું હતું. થોરાળા પોલીસ મથકના એએસઆઇ જે. કે. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:02 pm IST)