News of Friday, 16th November 2018
અટીકા ફાટક પાસે સ્કૂટર સ્લીપ થતાં વામ્બે આવાસના કિરીટભાઇ ટાંકનું મોત
પખવાડીયા પહેલા બનાવ બન્યો'તોઃ સારવારમાં દમ તોડતાં પરિવારમાં કલ્પાંત
રાજકોટ તા. ૧૬: અટીકા ફાટક પાસે યોગેશ્વર નગર મેઇન રોડ પર તા. ૨/૧૧ના રોજ ચેતક સ્કૂટર સ્લીપ થઇ જતાં ચાલક વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં કિરીટભાઇ પ્રાણલાલભાઇ ટાંક (ઉ.૫૧)ને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. તેમનું સાંજે મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
ભકિતનગરના પીએસઆઇ એન. એ. શુકલ અને જયેશભાઇ જાટીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. કિરીટભાઇ કામ સબબ નીકળ્યા હતાં ત્યારે રસ્તામાં બનાવ બન્યો હતો. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.
(3:02 pm IST)