રાજકોટ
News of Friday, 16th November 2018

પડધરી પાસે ટ્રેકટર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં રાજકોટના પ્રવિણભાઇનું મોત

રાજકોટ તા.૧૬: પડધરી પાસે ટ્રેકટરના ચાલકે રીક્ષાને ઠોકર મારતા રાજકોટના દેવીપૂજક યુવાનનું મોત નિપજયું હતું.મળતી વિગતો મુજબ રાજકોટ રૈયાધાર આવાસ યોજનાના કવાર્ટર પાસે મફતીયા પરામાં રહેતા પ્રવિણભાઇ અમરશીભાઇ સાડમીયા (ઉ.વ.૪૧) ગઇકાલે પોતાની રીક્ષા લઇને જામનગર રોડ પર જતા હતા ત્યારે પડધરી પાસે રેલ્વે ઓવરબ્રીજ ઉતરતા કોટન મીલની સામે પહોંચતા જી.જે. ૩ઇ એ. ૭૯૧૮ નંબરના ટ્રેકટરના ચાલકે પોતાનું ટ્રેકટર પૂરઝડપે ચલાવી રીક્ષાને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પ્રવિણભાઇ સાડમીયાને ઇજા થતા તેને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે પડધરી પોલીસ મથકના પીએસઆઇ જે.વી. વાઢીયાએ તપાસ આદરી છે.

(3:02 pm IST)