રાજકોટ
News of Friday, 16th November 2018

રાજકોટ જીલ્લામાં બીજે દિવસે મગફળીની ખરીદી શાંતિપૂર્વક ચાલુઃ બપોર સુધીમાં ૪પ હજાર કિલો ખરીદાઇ

કુલ ર૪૭ ખેડુતો પાસેથી ખરીદીઃ જસદણ-લોધીકાના ૪ ખેડુતનો માલ રીજેકટ

રાજકોટ તા. ૧૬: રાજકોટ જીલ્લામાં આજે બીજે દિવસે મગફળીની ખરીદી શાંતિપૂર્ણ રહી હતી. ગઇકાલે જૂના માર્કેટયાર્ડ ખાતે બપોર સુધી ધમાલ અને ત્યારબાદ મામલો થાળે પડાયા પછી મગફળી ખરીદવાનું શરૂ કરાયું હતું, આજે સવારથી તમામ ૮ માર્કેટયાર્ડમાં તમામ પ્રાંત-મામલતદારો અને અન્ય અધીકારીઓની ટીમોની હાજરીમાં મગફળી ખરીદીની કામગીરી ચાલુ હોવાનું કલેકટર કચેરીના અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું.

સુત્રોએ જણાવ્યું હતું કે, આજ બપોર સુધીમાં જીલ્લામાં કુલ ૪પ હજાર કિલો મગફળી ર૪૭ ખેડુતો પાસેથી ખરીદાઇ છે, જયારે જસદણના-૩ અને લોધીકાનાં -૧ મળી કુલ ૪નો માલ રીજેકટ કરાયો છે.

જયાંથી મગફળી ખરીદાઇ તેમાં જસદણ-૭પ૬૦ કિલો, જામકંડોરણા-૬પ૦૦, જેતપુર-પપ૦૦, ઉપલેટા-પ હજાર ધોરાજી-૪પ૦૦, રાજકોટ-૪૧૦૦, લોધીકા-૩૭૦૦, કોટડાસાંગાણી-૩૪૦૦, અને પડધરી-૩ર૦૦ કિલો મગફળી ખરીદાઇ છે.

(2:53 pm IST)