રાજકોટ
News of Friday, 16th November 2018

રાજકોટ જાહેર શૌચક્રિયામુકતઃ સ્ટેન્ડીંગ કમિટીમાં અરજન્ટ દરખાસ્ત મંજુર

રાજકોટઃ. સ્વચ્છ ભારત મિશન હેઠળ સપ્ટેમ્બરમાં રાજકોટ શહેરને ઓડીએફ (જાહેર શૌચક્રિયામુકત) જાહેર કરવા માટે સર્વે કરાયો હતો. જેમાં શૌચાલયની સુવિધાથી કોઈપણ કુટુંબો વંચીત ન રહે તે માટે કોર્પોરેશને કરેલી કામગીરીની નોંધ લેવાય હતી અને જાહેર શૌચાલયોના નિર્માણો તેનુ સંચાલન વગેરેની પણ નોંધ લેવાયેલ તથા આ તમામ બાબતોનો રીપોર્ટ બનાવી રાજકોટને જાહેર શૌચક્રિયામુકત જાહેર કરવા માટે ૧ મહિના સુધી નાગરીકો પાસેથી વાંધા-સૂચનો મંગાવાયેલ હતા. જેની સમયમર્યાદા પૂર્ણ થતા આજે અરજન્ટ બીઝનેશથી સ્ટેન્ડીંગ કમિટિમાં આ અંગેની દરખાસ્ત મંજુર થઈ જતા હવેથી રાજકોટ સત્તાવાર રીતે જાહેર શૌચક્રિયામુકત બની ગયુ છે.

(2:53 pm IST)