રાજકોટ
News of Tuesday, 16th October 2018

ક્ષત્રીય મહિલા રાસોત્સવમાં રાજપુતાણીઓ દ્વારા રજૂ થયો તલવાર રાસ અને ઘુમ્મર રાસ

રાજકોટ સીટીના ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઘોઘુભા જાડેજાએ આપી હાજરી

રાજકોટ :. શ્રી રાજકોટ કરણી સેના, રાજકોટ આયોજીત ક્ષત્રિય મહિલા રાસોત્સવ ૨૦૧૮માં થનગનવા ક્ષત્રિય સમાજના દિકરીબાઓ તેમજ મહિલાઓમાં દિવસે અને દિવસે વધી રહ્યો છે અનેરો ઉત્સાહ. આ રાસોત્સવના ચોથા દિવસે ક્ષત્રિય સમાજના દિકરીઓ દ્વારા રજુ કરવામાં આવ્યો તલવાર રાસ અને ઘુમ્મર રાસ જોઈને જોનારાઓ સર્વે થયા મંત્રમુગ્ધ. આ રાસોત્સવમાં અતિથિ વિશેષ રાજકોટ શહેરના ડી.સી.પી. મનોહરસિંહજી જાડેજા (જાબીડા), પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઘોઘુભા જાડેજા (ઘંટેશ્વર), રીટાયર્ડ ડી.વાય.એસ.પી. દિગુભા વાઘેલા, પૂર્વ સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન યુવરાજસિંહ સરવૈયા, એ.સી.પી. ક્રાઈમ બ્રાંચ જયદીપસિંહ સરવૈયા, હિતુભા વાઘેલા (બકરાણા), ટીકુભાઈ (કોઠારીયા), ઘનશ્યામસિંહ જાડેજા (કોર્પોરેટર નાનામૌવા), પી.ટી. જાડેજા (હડમતીયા), પી.એસ.આઈ. બી.ટી. ગોહેલ, પી.એસ.આઈ. કે.કે. જાડેજા તેમજ પી.આઈ. અમરેલી પ્રદિપભાઈ ખાચર, મહેન્દ્રભાઈ વાળા, માણસુરભાઈ વાળા, વિશાલભાઈ ડાવેરા, રાજુભાઈ વાળા, ભરતભાઈ માંજરીયા, વનરાજભાઈ માકડ, પ્રતાપભાઈ બસીયા વગેરે નામી-અનામી મહેમાનોએ હાજરી આપી હતી.

આ તકે શ્રી રાજપુત કરણી સેના, રાજકોટ ટીમના આયોજક જે.પી. જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, રણજીતસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા દ્વારા રાજકોટ શહેરમાં નિમણૂંક પામેલા ક્ષત્રિય સમાજના પ્રથમ ડી.સી.પી. મનોહરસિંહજી જાડેજાનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યુ હતું.

(3:50 pm IST)