રાજકોટ
News of Tuesday, 16th October 2018

'સહિયર'ના સુપર સે ઉપર રાસોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ખીલ્યા

રાજકોટ : સહિયર કલબના પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા અને તેમની ટીમના અનેરા આયોજન સાથે સુમધુર સંગીતની સાથે તાલ મીલાવતા દાંડીયા કીંગ રાહુલ મહેતાને સાથ આપતી ચાર્મી રાઠોડ અને બેનમૂન અવાજના શહેનશાહ સાજીદ ખેરને માણવા લોકો જોરદાર આવકારો, સીંગલ તાલ, સિલેકશન રાઉન્ડ, ધમાલ રાઉન્ડ, ફાઈનલ અને વંદે માતરમ બધા રાઉન્ડમાં ખેલૈયાનું જોરદાર પર્ફોર્મન્સ અને રાજકોટમાં સૌથી મોટી જજની પેનલ સહીયર કલબના બધા ખેલૈયાઓને રમત પ્રમાણે ન્યાય આપી યોગ્ય સ્થાન આપે છે. સહિયર કલબના આમંત્રણને માન આપી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચના પી.આઈ. શ્રી ગઢવી અને તેમની ટીમે મુલાકાત લીધી હતી. સાથોસાથ પૂજારા ટેલીકોમના ફાઉન્ડર યોગેશભાઈ પૂજારાએ પણ ગરબાનો આનંદ માણ્યો હતો. સહિયર કલબના આમંત્રીત મહેમાનોના હસ્તે વિજેતાઓને ઈનામો અપાવીને આભાર અનુભવ્યો હતો. સહિયર કલબના આયોજન જીટીપીએલ ચેનલ નં. ૮૭૨ નંબર પર લાઈવ નિહાળી શકાય છે.

(3:48 pm IST)