રાજકોટ
News of Tuesday, 16th October 2018

૩૬ વર્ષથી શકિત આરાધના કરતુ નાલંદા ગરબી મંડળ : પ્રાચીન અર્વાચીનની ઝાકમઝોળ

રાજકોટ જગત જનનીની માં જગદંબાની આરાધના કરવાનું મહાપર્વ આસો નવરાત્રી ભકિતભાવથી ઉજવણી થઇ રહી છેકાલાવડ રોડ ઉપર આવેલ નાલંદા સોસાયટીમાં  સ્વ. જટાશંકર જોષીભાઇની ગરબી શ્રી નાલંદા ગરબી મંડળની બાળાઓ અર્વાચીન અને પ્રાચીન રાસની દરરોજ રાત્રીના રમઝટ બોલાવશે  જેને નિહાળવા દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉમટશે શ્રી નાલંદા ગરબી મંડળની બાળાઓના ગરબા બેડા રાસ, મટકી રાસ, દાંડીયા રાસ, તાલીરાસ, ટીપ્પણી રાસ, દિવડા રાસ,  સહિતના રાસની રમઝટનું ભારે આકર્ષણ જમાવે છે. શ્રી નાલંદા ગરબી મંડળની સ્થાપના સ્વ.જટાશંકરભાઇ દેવશંકરભાઇ જોશીએ કર્યુ હતું. નાલંદા ગરબી મંડળ નાલંદા સોસાયટી શે.નં.૪/૧ નો ખુણા ખાતે  ગરબીનું આયોજન ૩૬ વર્ષથી આ સોસાયટીમાં થાય છે અને રોજે-રોજ લ્હાણી વિતરણ થાય છે અને રોજે-રોજ તાલી રાસ, ટીપ્પણી રાસ, ગાગર રાસ અનેક વિધ રાસ બાળાઓ રજુ કરે છે. ગરબીનું સંચાલન સુભાષભાઇ જોષી, હરેશભાઇ જોષી, નિલેષ એન. રાવલ,  ગાયક  મીનાબેન જોષી,  હેતલ એન. રાવલ, તબલાવાદક હરેશભાઇ જોશી, મંજીરા વાદક હિરેન જોષી તથા  ખંજરી, બેન્જો કિશન જોષી, પ્રકાશ બી. ભટ્ટ સહિતના ગરબીના યાદગાર આયોજન બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. પ્રસ્તુત તસ્વીરમાં ગરબી મંડળમાં રાસની રમઝટ બોલાવતી બાળાઓ નજરે પડે છે. (તસ્વીર સંદિપ બગથરીયા)

(3:47 pm IST)