રાજકોટ
News of Tuesday, 16th October 2018

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇઃ કાલાવડ રોડ ઝોન વિજેતા થયું

 રાજકોટ : ડ્રાઇવીન સિનેમા ગ્રાઉન્ડ ખાતે સ્વનિર્ભર શાળા સંચાલકો માટે સૌ પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ શહેરની નવ ટીમ તથા જસદણની બે ટીમ તેમજ ગોંડલની એક ટીમ સાથે કુલ ૧ર ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો. પાંચ દિવસ ચાલેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં બેડીપરા ઝોન, ગાંધીગ્રામ ઝોન, જામનગર રોડ ઝોન, કોઠારીયા ઝોન, મવડી ઝોન તેમજ કાલાવડ રોડ ઝોન, જસદણ તથા ગોંડલની ટીમો વચ્ચે રસાકસી ભર્યા મેચ રમાયા. ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં શાળા સંચાલકો જોડાયા હતા. બે સેમી ફાઇનલ બેડીપરા સામે કોઠારીયા તથા કાલાવડ રોડ સામે જસદણમાં બેડીપરા તથા કાલાવડ રોડ ઝોન ફાઇનલમાં પહોંચ્યા હતા. ફાઇનલ મેચ ખુબ જ રસાકસી બાદ કાલાવડ રોડ ઝોન વિજેતા થયું હતું. વિજેતા ટીમને ટ્રોફી રાજકોટ મહાનગર પાલીકાનાં મેયર શ્રીમતી બીનાબેન આચાર્યના હસ્તે તથા રનર્સ અપ ટ્રોફી મેહુલભાઇ રૂપાણીનાં હસ્તે આપવામાં આવી. આ તકે બીપીનભાઇ હદવાણી (પ્રમુખ જીઆઇડીસી મેટોડા) કિરીટ પટેલ (એન્જલ પંપ) અશ્વીનભાઇ પટેલ, ભુપેન્દ્રભાઇ માંડલીયા (રણજી ટ્રોફી ક્રિકેટર) વગેરે ઉપસ્થિત રહી સંચાલકોનો ઉત્સાહ વધાર્યો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટનાં આયોજનમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઇ પટેલ  મંત્રી અવધેષભાઇ, ડી.વી.મહેતા, સુદીપભાઇ, જયદીપભાઇ, જલુ, પરેશભાઇ, નિરંજન સ્કુલ, અજય રાજાણી, નરેન્દ્ર ભાડલીયા તેમજ દર્શકોને કોમેન્ટ્રી દ્વારા રઘુવીરસિંહ રેવરની જહેમત આ ક્રિકેટ ટુર્નામેન્ટ સફળ રીતે પુર્ણ થઇ હતી. મેન ઓફ ધ ટુર્નામેન્ટ જય મહેતા થયા હતા. બેસ્ટ બોલર મનોજ ગેરૈયા તથા બેસ્ટ બેટસમેન નીરજ જાની તથા બેસ્ટ ફીલ્ડર શ્રી માલવીભાઇ થયા હતા. (૪.૧૦)

(3:44 pm IST)