ચેસમાં ૧૩ વર્ષના દેવમ મકવાણાનો અદ્દભૂત દેખાવ
રાજકોટ : કર્ણાવતી કલબ અમદાવાદ ખાતે ફર્સ્ટ ગ્રાન્ટ માસ્ટર ચેસ ટુર્નામેન્ટમાં કુલ ૧૦ રાઉન્ડ રમાડવામાં આવેલ હતા. જેમાં દેવમ વિપુલભાઈ મકવાણા (ઉ.વ.૧૩) બીલો ૧૬૦૦ ફીડે રેટીંગ ચેસ ટુર્નામેન્ટમાં ફર્સ્ટ રનર્સઅપ થઈ કુલ ૫૦ હજારનું કેસ પ્રાઈઝ મેળવેલ છે. જેમના કુલ ૧૦ રાઉન્ડમાંથી ૮.૫ પોઈન્ટ થયેલ હતા. ૩ મેચ ડ્રો થયેલ હતા. તેમને ગ્રાન્ટ માસ્ટર બનવાની તમન્ના છે. ચેસ કોચ મનીષ પરમાર જે ડાયનેમીક ચેસ એકેડમી ચલાવે છે. યશ પિત્રોડા ૧૭૪ રેટીંગ વધારેલ તથા રાહીલ બાબરીયા જી. એમ. ટુર્નામેન્ટમાં ૮૪ રેટીંગ વધારેલ તથા દેવર્શ બોરખતરીયા જેમના ૭ પોઈન્ટ અને ૬૧ રેટીંગ વધારેલ તથા ખુશ પરમાર ૫.૫ પોઈન્ટ ૩૪ રેટીંગ વધારેલા છે. અભય નથવાણી, જય કુંડલીયા, સ્વયંદાસ, ઉદીત કામદાર, ઉમંગ કામદાર, અક્ષર ઝાલા, અભય નથવાણી, રીયાન શાહ, હીર બાબરીયા, હીમનીશ બાબરીયા વગેરેએ જી. એમ. ચેસ ટુર્નામેન્ટ તથા બી એન સી કેટેગરીના રેટીંગ ચેસ ટુર્નામેન્ટ રમી સારો દેખાવ કરેલ છે. ગેસ્ફોર્ડ ચેસ કલબના નટુભાઈ સોલંકી, કિશોરસિંહ જેઠવા, હર્ષદભાઈ ડોડીયા, દિપકભાઈ જાની, વલ્લભભાઈ પીપળીયા, આરસીપીએ પરીનભાઈ પટેલ તથા મીતેશભાઈ બોરખતરીયાએ શુભેચ્છા પાઠવી હતી.(૩૭.૭)