જીવરાજ પાર્ક વિસ્તારમાં મેટલીંગના કામનો પ્રારંભ
વોર્ડ નં. ૧૧ નાં કોંગી કોર્પોરેટરના પ્રયત્ન સફળ
રાજકોટ, તા., ૧૬: શહેરમાં વોર્ડ નં. ૧૧ માં ઝડપથી વિકાસ પામતા વિસ્તારજીવરાજ પાર્ક વિસ્તારનો ટી.પી.રોડ કે.જે.મવડી સ્મશાનથી આર્યલેન્ડના આ રોડ પર રૂ. ૯૬ લાખના ખર્ચે મેટલીંગની કામગીરીનું ખાતમુહુર્ત આજરોજ કોર્પોરેટર ઘનશ્યામસિંહ એ.જાડેજા, પરેશભાઇ હરસોડા, પારૂલબેન ડેર તેમજ શ્રી વસંતભાઇ માલવીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આ વિસ્તારના અગ્રણી કલરીયા હરેશભાઇ બાબરીયા સાગરભાઇ, કનેરીયા સતીષભાઇ, કનેરીયા હિરેનભાઇ, અઘેરા વિશાલભાઇ, મેંદપરા જીજ્ઞેશભાઇ, પનારા કુલદીપભાઇ, પનારા બ્રિજેશભાઇ, ડઢાણીયા દિનેશભાઇ, ભાલોડીયા ચંદુભાઇ, દેલવાડીયા કુલદીપભાઇ, પનારા બ્રિજેશભાઇ, ડઢાણીયા દિનેશભાઇ , ભાલોડીયા ચંદુભાઇ, દેલવાડીયા કુલદીપભાઇ, ભેસદડીયા રાજુભાઇ, કનેરીયા વલ્લભભાઇ, ઘોડાસરા પ્રવિણભાઇ, સુરેજા અરૂણભાઇ, પાડલીયા ગોપાલભાઇ, કાલાવડીયા, જયંતભાઇ આરદેશણા, સુરેશભાઇ કંટારીયા, અજીતભાઇ, સીરા અમીનભાઇ વિગેરે હાજર રહીને કોર્ર્પોરેટરશ્રીઓનો આભાર વ્યકત કર્યો હતો.(૪.૧૧)