રાજકોટ
News of Tuesday, 16th October 2018

કાશીનગરીની નરેન્દ્રભાઈએ કાયાપલટ કરી છે

સૌરાષ્ટ્રના મહેમાન બનેલા કાશીવાસીઓના દિલના ઉદ્દગારો : વડાપ્રધાનના ખોબલે ખોબલે વખાણ

રાજકોટ, તા. ૧૬ : તાજેતરમાં સૌરાષ્ટ્રના મહેમાન બનેલા કાશી-વારાણસીના કેટલાંક પ્રબુદ્ઘ નાગરિકોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભારોભાર પ્રશંસા કરી હતી. 'પંડિત શ્રી દીનદયાળ ઉપાધ્યાય એકાત્મતા ફાઉન્ડેશન' ના ઉપક્રમે રાજકોટમાં કાશીવાસીઓના સ્વાગત અને અભિવાદન સમારોહમાં આ મહેમાનોએ દિલ ખોલીને કહ્યું હતું કે, ૨૦૧૪માં મોદીજી વારાણસી લોકસભા બેઠક પરથી સંસદમાં ચૂંટાઈ આવ્યા અને વડાપ્રધાનપદનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી અત્યાર સુધીમાં કાશી-વારાણસીની જે કાયાપલટ થઇ છે તે અભૂતપૂર્વ અને સાચા અર્થમાં અત્યંત પ્રશંસાને પાત્ર છે. સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણની પાયાની સુવિધાઓ સહિત અનેક વિકાસ કામો સાથે કાશી-વારાણસીનો જે વિકાસ થયો છે તેની અગાઉ કયારેય કલ્પના પણ થઇ શકે તેમ નહોતું એમ તેઓએ જણાવ્યું હતું. એકાત્મતા ફાઉન્ડેશનના અગ્રણી અને ભાજપના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવે આ માહિતી આપતાં કહ્યું હતું કે, ગુજરાતના એક સપુતના અથાક પ્રયાસો દ્વારા વિશ્વની સૌથી પુરાતન અને પવિત્રતમ કાશી નગરીનો ઉડીને આંખે વળગે એવો વિકાસ થયો એ બદલ કાશી-નિવાસીઓએ સમગ્ર ગુજરાતની પ્રજાનો પણ આભાર માન્યો હતો.

શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય એકાત્મતા ફાઉન્ડેશનની એક યાદીમાં જણાવાયું છે કે, જેનું નામ સાંભળતા જ ગંગા કિનારાના હારબંધ ઘાટોની જે નગરી માનસપટ પર દ્રશ્યમાન થઇ આવે છે તે કાશીનગરી એટલે કે, આજનું   વારાણસી ધાર્મિકતાની દ્રષ્ટિએ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ, અધ્યાત્મ અને યોગની દ્રષ્ટિએ આદિકાળથી અનેરું મહાત્મ્ય ધરાવે છે. આવી કાશીનગરીના રહેવાસીઓએ તાજેતરમાં સૌરાષ્ટ્રનીના મહેમાનગતિ માણી હતી. કાશીનિવાસી એવા નિવૃત્ત્। ડી.સી.પી. શ્રી હરિશંકર દુબે સહિતના મહેમાનોએ રાજકોટના સરદાર બાગ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા ઉપરોકત કાર્યક્રમમાં કાશીના વિકાસની દિલ ખોલીને વાતો કરી હતી અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન આપ્યા હતા.

જે ગુજરાતની ધરતીએ વિશ્વને મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી ક્રાંતિકારી વિભુતિઓની ભેટ આપી એ જ ધરતીના સપુત શ્રી મોદીજીને યુનો જેવી વૈશ્વિક સંસ્થાએ ચેમ્પિયન ઓફ અર્થનો એવોર્ડ આપી સન્માનિત કર્યા છે ત્યારે માત્ર ગુજરાતની જ નહીં પરંતુ, સમગ્ર દેશની પ્રજા ગૌરવ અનુભવી રહી છે; આવા વડાપ્રધાન શ્રી મોદીજી સંસદમાં વારાણસીનું પ્રતિનિધિત્વ કરે છે એ બાબત અમારા માટે સવિશેષ ગૌરવની વાત છે તેમ શ્રી દુબેજીએ કહ્યું હતું.

દુબેજીએ વિશેષમાં જણાવ્યું હતું કે, કાશીને વિકાસની નવી ઊંચાઇ પર લઇ જવામાં વડાપ્રધાનશ્રીનું અનન્ય યોગદાન છે. વિશ્વની સૌથી પુરાતન સંસ્કૃતિઓમાંની એક અને પવિત્ર ગંગા કિનારે વિકાસ પામેલી કાશીનગરીના પૌરાણિક બાંધકામને જરા પણ ખલેલ પહોંચાડ્યા વિના આધુનિકતાના સ્પર્શ સાથે સ્વર્ગસમી બનાવવામાં મોદીજીનું પ્રદાન કાશીવાસીઓ કદીયે ભૂલી નહીં શકે. આજથી ચાર વર્ષ પહેલા કાશીના પ્રખ્યાત અસ્સી દ્યાટ પર વડાપ્રધાનશ્રીએ જાતે જ પાવડો ચલાવીને કાશીની કાયાપલટ કરવાની શરુઆત કરી હતી. આજે ઘાટો અને ગંગા નદી સાચા અર્થમાં ગંદકી તેમજ પ્રદૂષણથી મુકત અને ફરી પવિત્ર બન્યા તેનો શ્રેય વડાપ્રધાન શ્રી મોદીજીને જાય છે. એક સમયે ગંદકી અને દુર્ગંધથી શ્રધ્ધાળુઓને પાછા ફરી જવા વિવશ કરતા ગંગા ઘાટો પર દેશ-વિદેશના શ્રધ્ધાળુઓ તેમજ સહેલાણીઓ 'મોર્નિંગ વોક' અને યોગાભ્યાસ કરવા ઉત્સાહભેર ઉમટી રહેલા જોવા મળે છે.

આંતરરાષ્ટ્રિય કક્ષાનું એરપોર્ટ બનાવીને દેશ-વિદેશના મુખ્ય શહેરો સાથે કનેકટ કરી દેવામાં આવતાં કાશી પ્રવાસનના વૈશ્વિક નકશામાં સ્થાન પામ્યું છે. મોદીજીએ દતક લીધેલા જયાપુર તેમજ નાગેપુર ગામોને સુવિધાસભર બનાવીને ગ્રામવાસીઓનું જીવનસ્તર ઊંચું લાવવામાં મહત્વપુર્ણ ભુમિકા ભજવી છે. વારાણસી વિશ્વ વિદ્યાલયને એઇમ્સનો દરજ્જો અપાવવા, હોસ્પિટલની હયાત બેડ ક્ષમતા વધારવા તેમજ દર્દીનારાયણમાટેની અન્ય આરોગ્યલક્ષી સુવિધાઓ વધારવા હેતુ સંખ્યાબંધ પરિણામક્ષી પ્રોજેકટ્સ હાલ કાર્યરત છે. ૨૦૨૨ સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હજારો ઘરવિહોણા કાશીવાસીઓને ઘરનું ઘર આપવાની યોજના પ્રગતિમાં છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત હજારો નવા શૌચાલયો બનાવડાવીને કાશીને શ્નસ્માર્ટ સિટીલૃબનાવવામાં મોદીજીનું અનન્ય યોગદાન રહ્યું છેઙ્ખ  તેમ ઉત્ત્।રપ્રદેશના નિવૃત્ત્। ડી.સી.પી. શ્રી રામમોહનસિંદ્ય ઠાકુરે જણાવ્યું હતું.

અતિ પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરનું મુળભૂત માળખું યથાવત જાળવીને આધુનિકતાનો ઓપ અપાયો છે. દસ હજાર લોકો એક સાથે બેસી શકે તેવા એર-કંડીશન્ડ કોમ્યુનિટી હોલની ભેટ પણ વડાપ્રધાનશ્રીએ કાશીવાસીઓને આપી છે. કાશીને કવેટા બનાવવાની વડાપ્રધાનશ્રીની આકાંક્ષા રંગ લાવી રહી છે. શ્રી રાજુભાઈ ધ્રુવ સહિતના આગેવાનોએ સહુ મહેમાનોનું સ્વાગત અને અભિવાદન કરી સર્વેનો આભાર માન્યો હતો.(૩૭.૩)

(11:48 am IST)