રાજકોટ
News of Tuesday, 16th October 2018

ભારતીય કિસાન સંઘ દ્વારા દરેક તાલુકામાં રેલીઃ ખેડૂતોના પ્રશ્ને રજૂઆતોઃ કો.ઓપ.કટીંગ પિયત સર્વેમાં ન રાખો

રાજકોટ તા.૧૬: ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને સંબોધી ખેડૂતોના પ્રશ્ને દરેક તાલુકા મામલતદારોને આવેદન આપી રેલી કઢાઇ હતી. રેલીમાં રાજકોટ જિલ્લાના દરેક તાલુકાના દરેક ગામના ખેડૂતો હાજર રહયા હતા. આવેદનમાં ઉમેરાયું હતું કે પાકવીમા નું ક્રો.ઓપ કટીંગ પિયત સર્વે નંબરમાં ન હોવું જોઇએ. જેનાથી ૯૦% અપીયત ને અન્યાય થાય છે. વર્ષોથી સોૈની યોજનાની સરકારશ્રી મોટી જાહેરાતો કરે છે. પણ હજુ એક પણ ડેેમમાં પાણી સોૈની યોજનાથી ભરેલ નથી. આવા વિકાસશીલ રાજયના ખેડૂતોનો શું ગુન્હો છે કે ખેડૂતોને રાત્રે જ લાઇટ આપવામાં આવે છે. તો ખેડૂતોને દિવસની લાઇટ કેમ નહિ? આવી મોંઘવારીમાં ધારાસભ્યોનો પગાર વધતો હોય કર્મચારીઓને પગાર પંચના લાભો મળતા હોય તો ખેડૂતોને ભાવ વધારો કેમ નહિ? સરકાર દ્વારા સબસીડી વાળા ખેત ઓજારો ખરીદવા માટે સરકારે નક્કી કરેલા એજન્ટો પાસેથી જ ખેત ઓજારો કેમ ખરીદવા પડે કોઇપણ આઇએસઆઇ કંપનીનાં ઓજારો કેમ ન ખરીદી શકે. તેવી રજૂઆતો કરાઇ હતી.

પ્રમુખશ્રી દિલીપભાઇ સખીયાની આગેવાની હેઠળ આવેદનમાં પીવાના પાણી, ઘાસચારો, રાહતકામો, કૃષિ જોડાણોમાં સમાન વીજદર, લોનમાફ, મહેસુલ માફ સહિતના મુદ્દે પણ રજૂઆતો કરાઇ હતી.(૧.૮)

(11:48 am IST)