રાજકોટ
News of Tuesday, 16th October 2018

બ્લેક ગોલ્ડ ટી દ્વારા દિપાવલી બમ્પર સ્કીમનો પ્રારંભ

૧,૨ અને પ કિલો ઉપર અલગ અલગ સ્કીમ : દિનેશભાઇ ચા વાળા ર કિલો ચાની ખરીદી ઉપર ૬ કપ રકાબીનો સેટ ફ્રી : ગ્રાહક કાર્ડને પોઇન્ટ

રાજકોટ : સૌની માનીતી બ્લેક ગોલ્ડ ટી કે જેમણે સૌરાષ્ટ્રમાં આગવી પહેચાન ઉભી કરી છે. બ્લેક ગોલ્ડ ટી, નાગરીક બેંક ચોક, પરાબજાર દ્વારા રાજકોટમાં દિપાવલી પર્વ બમ્પર સ્કીમનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. ચાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત બ્લેક ગોલ્ડ ટી દ્વારા ૧ કિલો, ર કિલો અને પ કિલોની ખરીદી પર નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઇને અલગ અલગ સ્કીમો મુકવામાં આવેલી છે.

શ્રી વલ્લભ ટી પ્રાઇવેટ લીમીટેડના શ્રી ધવલ કારીયા તથા મિત કારીયાએ ઐતિહાસિક સ્કીમ વિશે જણાવ્યુ હતુ કે, ૧ કિલો ચાની ખરીદી ઉપર ૩ કન્ટેનરના આશરે રૂ.૧૮૦ની કિંમતનો પ્રીન્ટેડ સેટ ફ્રી આપવામાં આવે છે. આ પ્રિન્ટેડ સેટ (૨૪૦૦ એમ.એલ, ૧૬૦૦ એમ.એલ, ૮૦૦ એમ.એલ) અને ૧ લી.ના છે. તેમજ ર કિલોની ચાની ખરીદી ઉપર આકર્ષક અવનવી ડીઝાઇનના ૬ કપ રકાબીના સેટ ફ્રી આપવામાં આવી રહ્યા છે. જેની કિંમત રૂ.૩૫૦ છે. તદઉપરાંત બમ્પર સ્કીમ સ્વરૂપે પ કિલો ચાની ખરીદી ઉપર રૂ. ૧૪૫૦ મેઝીક કિંમતના ચોરસ જમ્બો ચાર ડબ્બા જેમાં ૧૬ લી, ૧૧ લી., ૮ લી.ના ભવ્ય સેટ આપવામાં આવી રહ્યા છે. અમારા માનવંતા ગ્રાહકોમાં આ સ્કીમ ધૂમ મચાવી રહી છે. સાથો સાથ ચા ની ખરીદી પર બ્લેક ગોલ્ડ ટી દ્વારા ગ્રાહક કાર્ડના પોઇન્ટ પણ આપવામાં આવે છે.

શહેરની ખ્યાતનામ શ્રી વલ્લભ ટી પ્રા.લી.આગળ આવી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડનાર છે. ત્યારે દેશનું પ્રથમ ડીજીટલ, કેશલેસ, પેપરલેસ ચાનું આઉટલેટ  ચલાવનાર ચાનુ પ્રથમ કાઉન્ટર બની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું ડીઝીટલ ઇન્ડિયાનુ સ્વપ્નને સાકાર કરવા અને દેશની અંદર કેશલેસ પ્રણાલીને આગળ ધપાવવા આગળ આવી છે.

શ્રી વલ્લભ ટી પ્રા.લીના શ્રી ધવલ કારીયા અને મીત કારીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે, અમારી બ્લેક ગોલ્ડ ટી કોઇપણ જાતનો ભાવ વધારો કે કવોલીટીમાં બાંધછોડ કર્યા વગર સ્કીમ આપવામાં આવે છે. અમારી બધી જ બ્રાન્ડ ઉપર આ સ્કીમનો લાભ મળે છે. જેમ કે રેડકપ ૨૩૦, કડક ૨૯૦, મિકસ ૩૦૦ અને મમરી ૩૨૦ ની કિલોના ભાવે આપવામાં આવે છે. આ તમામ બ્રાન્ડ ઉપર તમામ ગ્રાહકોને આમાથી કોઇ પણ બ્રાન્ડની ચાની એક કિલોની ખરીદી પર સ્કીમનો લાભ આપવામાં આવી રહ્યો છે. રાજકોટના તમામ પ્રોવિઝન સ્ટોરમાં બ્લેક ગોલ્ડ ચાની કોઇપણ બ્રાન્ડ ઉપલબ્ધ છે અને આ સ્કીમનો લાભ તમામ પ્રોવિઝન સ્ટોરમાંથી પણ મળશે. કિશોરભાઇ મો. ૯૪૨૮૨ ૭૧૦૨૦ તથા આનંદ સેલ્સ એજન્સી પ્રદિપ કાનાબાર મો. ૮૧૪૧૧ ૨૦૪૫૧નો સંપર્ક સાધવા જણાવાયુ છે.

ગ્રાહકો માટે એક બારકોડેડ પોઇન્ટ કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડથી જ કાયમ ખરીદી કરવાની રહેશે જેથી તેમને ૨૫૦ ગ્રામની ખરીદી કરશે તો તેમના ખાતામાં પ પોઇન્ટ જમા થશે. ૫૦૦ ગ્રામની ખરીદી પર ૧૦ અને ૧ કિલોની ખરીદી પર ૨૦ પોઇન્ટ પોતાના ખાતામાં જમા થશે. ૧૦૦ પોઇન્ટ મેળવનાર ગ્રાહકને રૂ.૧૦૦ અથવા અન્ય ગીફટ બે માંથી જે યોગ્ય લાગે તે ગ્રાહક મેળવી શકશે. આ કાર્ય આજીવન કાર્યરત કાર્ડ છે. આ સ્કીમને સફળ બનાવવા શ્રી વલ્લભ ટી પ્રા.લી.ના મોભી દિનેશભાઇ ચા વાળા (મો.૯૬૨૪૦ ૩૫૯૩૫)ના માર્ગદર્શન હેઠળ ધવલ કારીયા (મો.૯૬૨૪૯ ૩૫૯૩૫), મીત કારીયા (મો.૯૬૨૪૦ ૩૫૬૩૫), હિતેશ કકકડ , રફીકભાઇ અજમેરી જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:41 am IST)