રાજકોટ
News of Tuesday, 16th October 2018

વિવિધ સમાજ સેવાના ભાગરૂપે રઘુવંશી સેવા

સમાજ દ્વારા રાહતદરે અનાજ કીટ વિતરણ

સંસ્થા દ્વારા અન્નક્ષેત્ર, વિધવા સહાય, સંતાન વગરના વૃધ્ધોને રોકડ સહાય, ગાયોને ઘાસચારો, અભ્યાસ માટે શિષ્યવૃતિ સહિતની સેવાકીય પ્રવૃતિઓ થઇ રહી છે

રાજકોટ તા. ૧૬ : છેલ્લાં ઘણાં વર્ષોથી વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલ તથા દાણાપીઠ ગ્રુપ સંચાલિત રઘુવંશી સેવા સમાજ રાજકોટ દ્વારા અલગ-અલગ સમાજ સેવાના ભાગરૂપે તહેવારોને અનુલક્ષીને લોહાણા સમાજ માટે અત્યંત રાહતદરે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કીટ વિતરણનો લાભ સમાજના પ૦૦ જેટલા વ્યકિતઓએ લીધો હતો.

સીલબંધ પેકીંગમાં જાણીતી કંપનીની વસ્તુઓ સાથેની ગુણવત્તા યુકત કીટમાં ખાંડ, બે જાતના પૌવા (ચોખા અને મકાઇના), સીંગદાણા, કપાસીયા તેલ, ચોખ્ખુ ઘી, બેસન, મેંદો અને ગોળ સહિતની વસ્તુઓનો સમાવેશ થતો હતો. સંસ્થાના બાહોશ પ્રમુખ સુરેશભાઇ ગોળવાળા (મો.૯૯ર૪ર ૪ર૭૦૦) ના જણાવ્યા મુજબ સમગ્ર કીટની કુલ બજાર કિંમત ૭પ૦ રૂ. જેટલી થાય છે. જે રઘુવંશી સેવા સમાજ દ્વારા માત્ર રપ૦ રૂ.માં આપવામાં આવી છે.

સંસ્થા દ્વારા વખતો વખત અને તહેવાર નિમિતે રાહતદરે અનાજ કીટ વિતરણ ઉપરાંત ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર રાજકોટ ખાતે બારે માસ અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. ઉપરાંત જ્ઞાતિના વિધવા બહેનો માટે તથા સંતાન વગરના વૃધ્ધાને રોકડ સહાય, જ્ઞાતિના બાળકોને અભ્યાસ માટે શિષ્યવૃતિ, ગાયોને ઘાસચારો વિગેરે સેવાકીય પ્રવૃતિઓ અવિરત ચાલ્યા જ કરે છે.

સમગ્ર સેવા કાર્યનાં સંસ્થાના તમામ હોદ્દેદારો પ્રમુખ સુરેશભાઇ ગોળવાળા, ઉપપ્રમુખ ડો. પરાગભાઇ દેવાણી, મંત્રી નલીનભાઇ બુદ્ધદેવ(મો.૯૮રપ૦ ૭૪૭૯૯), ખજાનચી ચેતનભાઇ રાજાણી, કમિટી મેમ્બર્સ સંજયભાઇ સોમૈયા, પરેશભાઇ સેદાણી, જેન્તીભાઇ કકકડ, રાજુભાઇ કોટેચા, ડાયાલાલ કેસરીયા, ભરતભાઇ સોમૈયા, હસુભાઇ સેજપાલ, પરેશભાઇ પોપટ વિગેરે તન, મન, અને ધનથી જોડાયેલ છે. સાથે સાથે જીગરભાઇ બુદ્ધદેવ, ગૌરવભાઇ સેજપાલ, હાર્દિકભાઇ સોમૈયા, પરેશભાઇ બ્રોકર, અમિતભાઇ બુદ્ધદેવ, ભરતભાઇ માણેક સહિતના લોકો પણ આ ઉમદા કાર્યમાં પોતાની અમૂલ્ય સેવા આપી રહ્યા છે.(૬. ૧)

(9:51 am IST)