રાજકોટ
News of Thursday, 16th September 2021

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની અનેરી ઉજવણી

રાજકોટમાં કાલે મેગા વેકસીનેશન : ૫૦ હજાર વ્યકિતને રસીકરણનો લક્ષ્યાંક

શહેરની વિવિધ સંસ્થાઓ સાથે મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા બેઠક યોજાઇ : વેકસીનેશનમાં બાકી રહેલા લોકોને આ ઓફલાઇન વેકસીનેશન મહાઅભિયાનમાં લાભ લેવા અપીલ : રાજકોટ મહાનગરપાલિકાની ઈસ્ટ અને વેસ્ટ ઝોન ઓફિસ અને સેન્ટ્રલ ઝોન માટે મેસોનિક હોલ, તેમજ શહેરના ૨૧ આરોગ્ય કેન્દ્રો, દરેક વોર્ડ ઓફિસ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન ખાતે વેકસીનેશન સાઈટ : ઉપરાંત સામાજિક સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટી કોલેજો, સ્લમ એરિયા, ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે પણ વેકસીનેશન થશે : વિવિધ સ્થળોએ મોબાઈલ વાહન દ્વારા પણ વેકસીનેશન થશે

રાજકોટ તા. ૧૬ : આવતીકાલે તા.૧૭-૦૯-૨૦૨૧ના રોજ ભારતના માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેકિસનેશન મહાઅભિયાન યોજાશે. આ અનુસંધાને શહેરની વિવિધ સંસ્થાઓ સાથે આજે સવારે મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં આવતીકાલે વધુ ને વધુ લોકો વેકસીન લઈ લ્યે તે અંગે આયોજન કરવામાં આવ્યું હતું. મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વેકસીનેશનમાં બાકી રહેલા લોકોને આ વેકસીનેશન મહાઅભિયાનમાં લાભ લેવા ખાસ અપીલ કરી છે.

આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાની ઈસ્ટ અને વેસ્ટ ઝોન ઓફિસ અને સેન્ટ્રલ ઝોન માટે મેસોનિક હોલ, તેમજ શહેરના ૨૧ આરોગ્ય કેન્દ્રો, દરેક વોર્ડ ઓફિસ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન ખાતે વેકસીનેશન સાઈટ, ઉપરાંત સામાજિક સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટી કોલેજો, સ્લમ એરિયા, ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે પણ વેકસીનેશન થશે અને અન્ય વિવિધ સ્થળોએ મોબાઈલ વેકસીનેશન વાન મોકલીને વેકસીનેશન થશે. આ મહાઅભિયાનમાં હાઉસિંગ સોસાયટીઓ, સ્લમ એરિયા, બાંધકામ સાઈટ્સ, હોકાર્સ ઝોન વગેરે સ્થળોને આવરી લેવામાં આવશે.

મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરા દ્વારા આ મહાઅભિયાન અનુસંધાને ડેપ્યુટી કમિશનરો, આસીસ્ટન્ટ કમિશનરો, અન્ય વહીવટી અધિકારીઓ, તબીબો વગેરેને જુદીજુદી જવાબદારીઓ સુપ્રત કરી દેવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ આરોગ્ય કેન્દ્ર સહિત ૩૧ કેન્દ્રો પર કોવીશિલ્ડ રસી આપવામાં આવે છે. જયારે બે કેન્દ્રો પર કોવેકિસન રસી આપવામાં આવે છે. કોવીશિલ્ડ રસી પ્રથમ ડોઝ લીધા બાદ ૨૮ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવે છે. જયારે કોવીશિલ્ડ જે નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો હોય તેવા નાગરિકોને ૮૪ દિવસ થઇ ગયા હોય તેવા તમામ નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

કોરોના વેકિસનના બંને ડોઝ લેવા ખુબજ જરૂરી છે. જેથી જે નાગરિકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે અને ૮૪ દિવસ થઇ ગયેલ છે તેવા તમામ નાગરિકોએ જરા પણ આળસ કર્યા વગર બીજો ડોઝ લઇ લેવા પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

તા.૧૭/૦૯/૨૦૨૧ના રોજ સરકાર દ્વારા વેકિસનનો ખુબજ મોટો જથ્થો આપવામાં આવનાર હોઈ શહેરના નગરજનોને વેકિસન લેવા ડો.પ્રદિપ ડવ,ડે.મેયર, ડો.દર્શિતાબેન શાહ,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન,પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા,દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

રાજકોટ : શહેરમાં આજે તા. ૧૬ના રોજ બપોરે ૧ વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં ૧૮ વર્ષથી ૪૪ વર્ષના કુલ ૨૧૩૮ અને ૪૫ વર્ષથી મોટી ઉંમરના કુલ ૯૧૮ સહિત કુલ ૩૦૫૬ નાગરિકોએ રસી લીધી હતી તેમ આરોગ્ય વિભાગે જાહેર કર્યું હતું.

આ વોર્ડ ઓફિસોમાં પણ કાલે વેકસીન અપાશે

વોર્ડ નં.   વોર્ડ ઓફીસનું સરનામું

૨અ      ગીત ગુર્જરી સોસા., રામેશ્વર ચોક, ડ્રેનેજ પમ્પીંગ સ્ટે. પાસે

૨બ       બજરંગવાડી મેઈન રોડ

૨ક       શ્રોફ રોડ, પાણીની ટાંકીની બાજુંમાં

૩અ      બેડીનાકા ટાવર પાસે, પમ્પીંગ સ્ટે., કેશરી હિંદ પુલ પાસે

૩બ       જંકશન પોલીસ ચોકી પાસે, જંકશન પ્લોટ

૩ક       પોપટપરા પમ્પીંગ સ્ટેશન પાસે

૭અ      એસ્ટ્રોન સિનેમા પાસે, શિવાજી પાર્ક પાસે, ટાગોર રોડ

૭બ       વિજયપ્લોટ, અવંતિકાબાઈ હોલ પાસે

૭ક       કરણસિંહજી હાઇસ્કુલ પાસે, અપના બજાર સામે, ભુપેન્દ્ર રોડ

૭ડ       હાથીખાના, આર્યસમાજ પાસે, શ્રી મનોહરસિંહજી ઓફીસ પાસે

૧૩અ     કૃષ્ણ નગર મેઈન રોડ, ગુરુપ્રસાદ સોસા.ની બાજુમાં

૧૩બ     અમરનગર મેઈન રોડ, શાળા નં-૮૧ પાસે

૧૩ક      ૮૦ ફૂટ રોડ, ગોકુલ ધામ આવાસ યોજના સામે

૧૪અ     સિંદુરિયા ખાણ શોપિંગ સેન્ટર પાસે, કોઠારીયા રોડ

૧૪બ     લાકડિયા પુલ, કોઠારીયા કોલોની સામે, બગીચા સામે

૧૪ક      ભકિતનગર સોસા., ગુરુકુળ દરવાજા સામે, ઢેબર રોડ

૧૪ડ      કંકુબાઇ જળાશય પાસે, ગુંદાવાડી ૫/૨૩ નો ખુણો

૧૭અ     સહકાર નગર મેઈન રોડ, શાળા નં.૫૧ની બાજુમાં

૧૭બ     અટીકા ઇન્ડ. એરિયા, વેલડોરની બાજુમાં, ઢેબર રોડ

૧૭ક      સુખરામનગર, પાણીનાં ટાંકા પાસે

૧         રામાપીર ચોકડી, ફાયર બ્રિગેડ બાજુમાં, ૧૫૦ ફૂટ રીંગ રોડ

૮અ      સોજીત્રા નગર, પમ્પીંગ સ્ટે.સામે, રૈયા રોડ

૮બ       નાના મવા સર્કલ, જય પાર્ટી પ્લોટની બાજુમાં

૮ક       રાજનગર ચોક

૮ડ       જનકલ્યાણ ફાટક, ડ્રેનેજ પંપીંગ સ્ટેશનની બાજુમાં

૯અ      પેરેડાઈઝ હોલ પાસે, ત્રિલોક પાર્ક પાસે

૯બ       કિસ્મત હોટલ સામે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રૈયા ચોકડી પાસે

૧૦અ     ૧૫૦ ફૂટ રીંગ રોડ, રોયલ પાર્ક-૦૮ કોર્નર

૧૧અ     નાના મવા સર્કલ પાસે

૧૨અ     મવડી રોડ, ૧૫૦ફૂટ રીંગ રોડ, જીથરીયા હનુમાન પાસે

૧૨બ     વાવડી ગ્રામ પંચાયત ઓફીસ

૪અ      જુના સીટી સ્ટેશનની બાજુમાં, મોરબી રોડ

૪બ       લાતી પ્લોટ, ૫/૧૨નાં ખૂણે

૫અ      રણછોડદાસજી આશ્રમ સામે, કુવાડવા રોડ

૫બ       હુડકો કોમ્યુનીટીની બાજુમાં, આર.ટી.ઓ. ની પાછળ

૫ક       ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે, આર્યનગર મેઈન રોડ

૫ડ       ઓડીટોરીયમ પાસે, પેડક રોડ

૬અ      શકિત ઇન્ડસ્ટ્રીઝ, જૈન શેરી નં.૩, કબીરવન મે.રોડ

૬બ       માંડા ડુંગર મેઇન રોડ

૬ક       રાજમોતી ઓઇલ મીલની બાજુમાં, ભાવનગર રોડ

૧૫અ     કન્ઝરવન્સી સ્ટોરની બાજુમાં, ૮૦ ફૂટ રોડ

૧૫બ     દુધસાગર માર્ગ, મધર ટેરેસા સ્કુલની બાજુમાં

૧૬અ     મેહુલ નગર-૬, નીલકંઠ સિનેમા પાછળ

૧૬બ     વિવેકાનંદ વોકળા કાંઠે

૧૬ક      અરવિંદ મણિયાર હુડકો કવા. પાણીનાં ટાંકા પાસે

૧૮અ     સુખરામનગર, પાણીનાં ટાંકા પાસે

૧૮બ     કોઠારીયા ગામ

૧૮ક      કોઠારીયા સોલ્વન્ટપાણીનો ટાંકો

(4:12 pm IST)