રાજકોટ
News of Monday, 16th September 2019

મલૂમંગલ કો.ઓપરેટીવ હા.સોસાયટીના પ્રમુખનું કલેકટરને આવેદનઃ મંડળીનું રેકર્ડ જપ્ત કરી આપો

નહી તો જપ્તી અધિકારી સામે પગલા ભરોઃ ૧પ દિ'માં ઓડીટ નહી થાય તો પોલીસની મંજૂરી મેળવી બહુમાળીભવન સામે આંદોલન

રાજકોટ તા. ૧૬ : શ્રી મલૂમંગલ કો.-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના પ્રમુખ ડી.એચ.મકવાણાએ કલેકટરને અને પોલીસ કમિશ્નરને ફરિયાદ પત્ર પાઠવી અમોને મંડળીનાં રેકર્ડ જપ્તી અધિકારીશ્રી સામે ગુજરાત સહકારી મંડળીઓની કલમ-૧૪૮ મુજબ શિક્ષાત્મક પગલાઓ લેવા માંગણી કરી હતી.

તા.૧/૧૧/ર૦૧૭ નો વહીવટદારશ્રીનો હુકમ બે વર્ષ જેવો સમય થશે, તા.ર૪/૧ર/ર૦૧૮ થી તેઓ વહીવટદારશ્રીની ફરજમાંથી મુકત થયેલ ત્થા તા.ર૩/૧૦/ર૦૧૮ થી જપ્તી અધિકારીશ્રી આર.પી.બાવીસીને અધિકૃત કરતો હુકમ (સંદર્ભિત પત્ર-૧) ૧૧ માસ જેવો સમય થવા આવ્યો છતાપણ આજદીન સુધી મંડળીનું રેકર્ડ જપ્ત કરવામાં આવેલ નથી.  જેથી અમારી આપ શ્રી પાસ ન્યાયીક રજુઆત છે કે દિન-૧પમાં શ્રી આર.પી.બાવીસી જપ્તી અધિકારી મંડળીનું રેકર્ડ જપ્ત કરી અમો મંડળીને સુપ્રત કરે અન્યથા તેમની સામે ગુજરાત સહકારી મંડળીઓના કાયદાની કલમ-૧૪૮ મુજબ કાર્યવાહી દ્વારા વિનંતી છ.ે

વિશેષમાં અમારી મંડળીનું તા.૧/૪/ર૦૧૬ થી ત્રણ વર્ષનું ઓડીટ બાકી છે જે માટે ઓડીટરશ્રીની પણ નિમણુંક થયેલ છે જેથી દિન-૧પમાં ઉકેલ નહી આવે તો અમો મંડળીના સભાસદો પોલીસ કમી.શ્રી-રાજકોટ શહેરની મંજુરી મેળવીને મદદ જિ.રજિ.સ.મ.(હા.) રાજકોટ બહુમાળી ભવન દરવાજા પાસે મંડપ નાખીને ઉપવાસ પર બેસવાની ફરજ પડશે.

(4:17 pm IST)