રાજકોટ
News of Monday, 16th September 2019

ટ્રાફિકના નવા નિયમોથી વાહન ચાલકો હેરાનઃ અમલ કરાવવા તંત્ર સજ્જ

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠેર-ઠેર હેલ્મેટ, પીયુસી, લાયસન્સના કારણે હેરાનગતી સર્જાઇ

રાજકોટ તા.૧૬: આજથી રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમોના અમલ માટે કડક કાર્યવાહી શરૂ કરી દેવામા આવતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી મોટર વ્હીકલ એકટના નવા નિયમ મુજબ ટ્રાફિકના નવા કાયદાઓનો આજથી અમલ શરૂ થયો છે.

ત્યારે હેલ્મેટની અછત, લાયસન્સ, અને પીયુસી તથા વાહનોના વિમા માટે લાઇનો લાગતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

બજારમાં હેલ્મેટનો સ્ટોક ખાલી થઇ ગયો છે. અથવા તો વધુ ભાવ ં લેવાતા હોવાથી ઘણા વાહન ચાલકોએ હજુ સુધી હેલ્મેટની ખરીદી કરી નથી.

ત્યારે પોલીસ તંત્ર પણ હેલ્મેટના કાયદાનો અમલ કરાવવા સજ્જ છે અને ઠેર-ઠેર ચેકીંગ કાર્યવાહી કરીને વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

(4:03 pm IST)