News of Monday, 16th September 2019
હેલ્મેટનો મેળ પડ્યો નથી, આપણે તો તપેલુ પણ ચાલશે...!!
ફરજીયાત હેલ્મેટ સહિતના નવા કાયદાઓ વાહન ચાલકો માટે આજથી લાગુ કરવામાં આવ્યા છે અને પોલીસ આ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા મેદાને આવી છે ત્યારે ઠેર-ઠેર ખાસ કરીને હેલ્મેટ ઝુંબેશ સામે વિરોધ ઉઠી રહ્યો છે. લોકો ભયને કારણે હેલ્મેટ પહેરીને નીકળતાં થયા છે. આ વચ્ચે એક વાહન ચાલક માથે તેપલી રાખીને બાઇક હંકારીને નીકળ્યા હતાં. આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં રેકોર્ડ કરનાર વ્યકિત 'કાલાવડ રોડ પર કેકેવી હોલ પાસે તપેલુ...' એવું બોલતાં સંભળાય છે. આ વિડીયો ગઇકાલથી ફરતો હોવાનું પણ કહેવાય છે. હેલ્મેટ ઝુંબેશનો આ વાહનચાલકે નવતર વિરોધ કર્યો કે કોઇ ગતકડુ વહેતુ કરવા જાતે વિડીયો ઉતરાવ્યો? તે અંગે સવાલો ઉભા થયા છે.
(4:03 pm IST)