રાજકોટ
News of Monday, 16th September 2019

ઓશોના નવા તરોતાજા મેગેઝીનો યૈસ ઓશો-ઓશો વર્લ્ડ સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ

સ્વામિ સત્ય પ્રકાશ દ્વારા છેલ્લા ૪૪ વર્ષોથી વહેવાતી જ્ઞાનગંગા

રાજકોટઃ સંબુધ્ધ રહસ્યદર્શી સદ્ગરૂ ઓશોના અમુલ્ય પ્રવચનો સાંભળવા ખરેખર જીવનના એક લ્હાવારૂપ છે. જેમાં વિવિધ મેગેઝીનોને માર્ગદર્શનરૂપ બનાવી અસંખ્ય સાધકોએ જીવનને સુવર્ણમયી બનાવી દીધું છે. ત્યારે ફરી ઓશોના સાહિત્યરૂપી દરિયામાં જ્ઞાનની ડૂબકી લગાવવાનો સમય આવી ગયો છે.

ઓશો પ્રવચનો સાંભળી સંભળાવી જીવનયાત્રામાં બદલાવ લાવવા માંગતા લોકો માટે યૈસ ઓશો, ઓશો વર્લ્ડ નામના મેગેઝીનોને ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ કરાવી સ્વામિ સત્ય પ્રકાશે છેલ્લા ૪૪ વર્ષોથી વહેવાતી જ્ઞાનગંગાને અવિરતપણે આગળ ધપાવી છે. 

મેગેઝીનના મુખ્ય કેન્દ્રબિંદુઓઃ-

પૂનાથી પ્રકાશિત થતું માસીક હિન્દી ''યૈસ ઓશો'':- બાજાર, સંસાર ઔર પરિવાર કે બીચોબીચ સંન્યાસ કા પ્રયોગ, એક પ્રયોગ જીસમે ન કુછ છોડના હૈ, ન કીસી કે શરણ મે જાના હૈ... બસ જીવનમે કુછ જોડ લે કુછ નયે ઢંગ વ રંગ ઔર સાકાર કર લે અપની પરમ સંભાવનાઓ કો. જો ભી કર રહે હો ઉસે અભિનય કી તરહ લે, સન્યાસ એક મનઃસ્થિતિ હૈ, સન્યાસ કે તીન મૌલિક સૂત્ર, રોજ એક ઘંટા વિશ્રામ પા લે, જગત ઔર વિચારો કો દેખના સિખે, સંન્યાસ કી જીવન શૈલી.

દિલ્હીથી પ્રકાશીત થતું માસીક હિન્દી ''ઓશો વર્લ્ડ'':- અભિનય સંન્યાસ કી ક્રાંતિ, શરીર ઔર મન કી જરુરતે, ધર્મ ઔર વિજ્ઞાન, સન્યાસ કા અર્થ, સન્યાસ ઔર વ્યાપાર, કયા ભલા હૈ ઔર કયા બુરા હૈ, સન્યાસ કી સગાઇ હૈ, નામ ઔર માલા કી વ્યર્થતા ઔર સાર્થકતા, વિતરાગતા સન્યાસ હૈ, અવિચાર સે વિચાર કી યાત્રા, રાજનેતાઓ ઔર પુરોહિતો, વિશાલ જાલ, સન્યાસ એક ક્રાંતિકારી ઘટના, સન્યાસ કી પાત્રતા, સન્યાસ ઔર શિષ્યત્વ, સન્યાસ કા સાક્ષી, પુરાને ઔર નવ સન્યાસ મે ભેદ, શિક્ષા, તુલના ઔર મહત્વાકાંક્ષા કા જહર, સન્યાસઃ સત્ય કે ખોજીઓ કાં આંદોલન, શરીર કી જરૂરતે ઔર મન કી ઇચ્છાએ, ઇન્દ્રીઓ કો થકા ડાલે ઔર અપને ભીતર પ્રવેશ કરે.

ઉપરોકત મેગેઝીનોના વાર્ષિક મેમ્બર બનવા માટે તથા ઘર બેઠા મેળવવા માટે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૮ વૈદવાડી, ડી માર્ટની પાછળ, રાજકોટ.

વિશેષ માહિતી માટેઃ- સ્વામિ સત્ય પ્રકાશઃ-૯૪ર૭ર પ૪ર૭૬, સંજીવ રાઠોડઃ-     ૯૮ર૪૮૮૬૦૭૦.

(3:57 pm IST)