રાજકોટ
News of Monday, 16th September 2019

પ્રદુશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી રાજકોટમાં

રાત્રે અમદાવાદમાં મોદીનું ભવ્ય સ્વાગત રાજકોટમાં આજી ડેમ ખાતે નર્મદા ઉત્સવ

રાજકોટમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ બેઠકને સંબોધન કરેલ તે પ્રસંગની તસ્વીરમાં બાજુમાં સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત છે.

રાજકોટ તા ૧૬ : પ્રદેશ ભાજપની યોજના અનુસાર આગામી સમયમાં અનેકવિધ કાર્યક્રમો જેમ કે આગામી તા.૧૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ હોય, તેમજ જમ્મુ-કાશ્મીર ની ૩૭૦-કલમ હટાવીને દેશહિતમાં મજબુત અને ઐતિહાસીક પગાલાં દ્વારા દેશની જનતાનું ૭૦ વર્ષ જુનુ સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ ગૃહમંત્રી અમિતભાઇ શાહે સાકાર કર્યુ છે, ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ રાજકોટ સરકીટ હાઉસ ખાતે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે રાત્રે તા.૧૬ના રોજ અમદાવાદ ખાતે આવવાના છે, ત્યારે આવતી કાલે તેમનો જન્મદિવસ હોય, અમદાવાદ એરપોર્ટ ખાતે કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. તેમજ વિવિધ વેશભુષા પરિધાન કરીને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને તેમના જન્મદિનની પૂર્વસંધ્યાએ આવકારવા પ્રત્યેક ગુજરાતીઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળેલ છે. તેઓએ જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમની બીજી ટર્મમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવીને દેશની મોટી સેવા કરેલ છે, ત્યારે પ્રત્યેક ગુજરાતીઓને વિશેષ ગોૈરવ છે, ત્યારે નરેન્દ્ર્રભાઇ મોદીનો કાલે જન્મદિવસ છે, ત્યારે તેમની પ્રેરક ઉપસ્થિતીમાં ગુજરાતની જીવાદોરી સમાન અને ગુજરાતની સમૃધ્ધિના દ્વાર ખોલનારી 'માં નર્મદા' ડેેમ ૧૩૮।। ની સપાટી સર કરશે, ત્યારે નર્મદા નીરના વધામણા કરી એક ઐતિહાસીક ક્ષણના આપણે સોૈ સાક્ષી બનશુ, ત્યારે 'નમામી દેવી નર્મદે' ને ઉજવી સમગ્ર ગુજરાતમાં મહાનગરો અને જીલ્લા કક્ષાએ નર્મદા નીરના પુજન-અર્ચન કરી વધામણા કરવામાં આવશે.

રાજકોટ મહાનગર ખાતે આજી ડેમ ખાતે નર્મદા નીરની મહાઆરતી, પુજન-અર્ચન સહીતના કાર્યક્રમો યોજવામાં આવશે ત્યારે અંતમાં તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસે હંમેશા ગુજરાતને અન્યાય કર્યો છે, ત્યારે ભાજપે નર્મદા નીરનો પ્રશ્ન હલ કરીને ગુજરાતની સમૃધ્ધિના દ્વાર ખોલ્યા છે. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય અરવીંદ રૈયાણી, મહામંત્રી કિશોર રાઠોડ, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રાજુભાઇ ધ્રુવ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી સહીતના ઉપસ્થિત રહયા હતા.

(3:49 pm IST)