રાજકોટ
News of Monday, 16th September 2019

જીલ્લા પોલીસ દ્વારા મવડી પોલીસ હેડકવાટર્સમાં મીની જંગલ ઉભુ કરાશેઃ મિયાવાંકી પધ્ધતીથી ૩૦૦ વૃક્ષોનું વાવેતર

રેન્જ ડીઆઇજી સંદીપસિંહના હસ્તે જીલ્લા પોલીસ પરિવારો માટે મિયા વાંકી ફોરેસ્ટ પ્લાન્ટેશન, પોલીસ કર્મચારી ધિરાણ મંડળી, કેન્ટીન તથા એટીએમ સેન્ટરનું ઉદઘાટનઃ એસપી બલરામ મીણા સહિત જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિ

 

તસ્વીરમાં જીલ્લા પોલીસ કર્મચારી ધીરાણ મંડળી અને કેન્ટીનનું ઉદઘાટન કરતા રેન્જ ડીઆઇજી સંદીપસિંહ તથા એસપી બલરામ મીણા નજરે પડે છે. તેમજ જીલ્લાના ઉપસ્થિત અધિકારીઓ દ્રશ્યમાન થાય છે. નીચેની તસ્વીરમાં મિયા વાંકી ફોરેસ્ટ પ્લાન્ટેશન અંતર્ગત ૩૦૦ વૃક્ષોનું વાવેતર કરાયું હતું તે નજરે પડે  છે.

રાજકોટ, તા., ૧૬: જીલ્લા પોલીસ દ્વારા મવડી પોલીસ હેડ કવાટર્સ ખાતે મિંયા વાંકી ફોરેસ્ટ પ્લાન્ટેશન અંતર્ગત ૩૦૦ વૃક્ષોનું વાવેતરનો કાર્યક્રમ, જીલ્લા પોલીસ કર્મચારી ધિરાણ સહકારી મંડળી લી., પોલીસ કેન્ટીન (સીપીસી) અને બેંક ઓફ ઇન્ડીયાના એટીએમ સેન્ટરનું ઉદઘાટન રેન્જ ડીઆઇજી સંદીપસિંહના હસ્તે કરાયું હતુે

જીલ્લા પોલીસ દ્વારા મવડી પોલીસ હેડ કવાટર ખાતે મીની જંગમ ઉભુ કરવા માટે  મીંયા વાંકી ફોરેસ્ટ પ્લાન્ટેશન અંતર્ગત  ૩૦૦ વૃક્ષોનું વાવેતર કરાયું હતું. મીંયા વાંકી જંગલ પધ્ધતીથી વૃક્ષોની ૧૦ ગણી ઝડપથી વૃધ્ધિ થાય છે તથા ૧૦૦ ગણી વૈવિધ્યતા ધરાવે છે. અને માત્ર ૩ વર્ષમાં આ જંગલ પોતાની જાતે કોઇ પણ પ્રકારના રખરખાઉ વગર ઉછતરતું વઇ જાય છે. આ પધ્ધતી અંતર્ગત બેંંગ્લોરમાં અત્યાર સુધીમાં ૭૦ હજાર વૃક્ષોનું વાવેતર કરાયું છે. મવડી પોલીસ હેડ કવાટર્સ ખાતે આ મીની જંગલમાં અલગ-અલગ ૧૯ જાતના વૃક્ષોનું વાવેતર  કરાયું હતું. આ મીંયા વાંકી ફોરેસ્ટ  પ્લાન્ટેશનનું ઉદઘાટન રેન્જ ડીઆઇજી સંદીપસિંહ તથા એસપી બલરામ મીણાના હસ્તે કરાયું હતું તેમજ જીલ્લાના અન્ય અધિકારીઓના હસ્તે પણ અલગ-અલગ વૃક્ષોનું વાવેતર કરાયું હતું.

તેમજ મવડી પોલીસ હેડ કવાટર્સમાં રહેતા જીલ્લાના પોલીસ કર્મચારીઓના પરીવારોને હેડ કવાર્ટરમાં જ તમામ સુવિધાઓ મળી રહે તે હેતુથી ગુજરાત પોલીસ કેન્ટીન (સીપીસી) તથા બેંક ઓફ ઇન્ડીયાના એટીએમ સેન્ટરનું ઉદઘાટન રેન્જ ડીઆઇજી  સંદીપસિંહના હસ્તે કરાયું હતું. તથા જીલ્લા પોલીસ કર્મચારી ધીરાણ મંડળી સહકારી લી.નું ઉદઘાટન કરાયું હતું. જીલ્લા પોલીસ  કર્મચારીઓને આ મંડળીમાંથી લગ્ન પ્રસંગે કે અન્ય પ્રસંગ માટે લોન મળી રહેશે. આજે જીલ્લા પોલીસના એક કર્મચારીને એક લાખનો ચેક રેન્જ ડીઆઇજી સંદીપસિંહના હસ્તે અપાયો હતો.

આ પ્રસંગે રૂરલ એસપી બલરામ મીણા, ડીવાયએસપી ગૌસ્વામી, ગોંડલ ડીવાયએસપી હરપાલસિંહ જાડેજા, રૂરલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.એન.રાણા, પીએસઆઇ એચ.એ.જાડેજા, રૂરલ એસઓજીના અધિકારીઓ, તેમજ જીલ્લાના તમામ પોલીસ મથકના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(3:47 pm IST)