રાજકોટ
News of Monday, 16th September 2019

દક્ષિણ ગુજરાતમાં સારો, સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં છુટોછવાયો હળવાથી મધ્યમ વરસશે

ચોમાસાની વિદાયને હજુ વાર છે : અશોકભાઈ પટેલ : દ.ગુજરાતના ૬૦ થી ૭૦ ટકા વિસ્તારોમાં હળવો - મધ્યમ - ભારે : મધ્ય ગુજરાતમાં છુટોછવાયો હળવો મધ્યમઃ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કયાંક - કયાંક ઝાપટા હળવો વરસાદ પડશે : તા.૨૨ સપ્ટેમ્બર સુધીની આગાહી

રાજકોટ, તા. ૧૬ : ચોમાસાની વિદાયના હાલમાં તો કોઈ સંકેતો નથી. કોઈ - જગ્યાએ છુટોછવાયો વરસી જાય છે. દરમિયાન આ સપ્તાહમાં બે એક દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસી જાય. જયારે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં છુટોછવાયો હળવાથી મધ્યમ વરસાદ પડશે. જયારે બાકીના સૌશ્રાષ્ટ્રમાં તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છુટાછવાયા હળવા ઝાપટા પડે. મધ્ય ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ (છુટોછવાયો)  વરસશે. તેવી આગાહી વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૨૨ (રવિવાર) સુધી કરી છે.

તેઓએ જણાવેલ કે આજની પરિસ્થિતિમાં નોર્થ એમપી ઉપર લો પ્રેશર છે એને આનુસંગિક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૩.૧ કિ.મી. ઉપર સુધી ફેલાયેલ છે. ચોમાસુધરી હાલ ગંગાનગર, દિલ્હી, ત્યાંથી લો પ્રેસર સેન્ટર સુધી ત્યાંથી ગયા, માલદા, પૂર્વ તરફ નાગાલેન્ડ તરફ, બાયા બાંગ્લાદેશ, આસામ, મેઘાલય સુધી ફેલાયેલ છે.

એક આંદામાન નિકોબારથી પૂર્વે ૫.૮ કિ.મી.ના લેવલે અપરએર સાયકલોનીક સરકયુલેશન, બીજુ અપરએર સાયકલોનીક સરકયુલેશન નોર્થ આંધ્ર અને દક્ષિણ ઓડીસ્સાના કિનારા નજીક ૩.૧ અને ૪.૫ કિ.મી.ના અંતરે છે. આવતા ત્રણેક દિવસમાં મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારમાં ૧.૫ થી ૩.૧ કિ.મી. સુધી એક અપરએર સાયકલોનીક સરકયુલેશન છવાશે.

શ્રી અશોકભાઈ પટેલ તા.૧૬ થી ૨૨ (સોમથી રવિ)ની આગાહી કરતા જણાવે છે કે દક્ષિણ ગુજરાતમાં મુખ્ય વરસાદ તા.૧૮ થી ૨૨ દરમિયાન પડશે. જેમાં બે એક દિવસ હળવો મધ્યમ ભારે (વિસ્તાર : ૬૦ થી ૭૦ ટકા) વરસાદ પડશે.

સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં હળવો મધ્યમ, છુટોછવાયો (૧૯ થી ૨૨ દરમિયાન પડશે. જયારે મધ્ય ગુજરાત હળવો મધ્યમ છુટોછવાયો તેમજ બાકીના સૌરાષ્ટ્ર - કચ્છ અને નોર્થ ગુજરાત છુટાછવાયા ઝાપટા - કયાંક હળવો વરસાદ પડશે.

ચોમાસાની વિદાયને હજુ વાર છે. ચોમાસાની વિધિવત વિદાય ઉત્તર - પશ્ચિમ રાજસ્થાનમાંથી થતી હોય છે. ત્યાં હજુ વિદાયના એંધાણ વર્તાતા નથી.

(3:12 pm IST)