રાજકોટ
News of Tuesday, 16th August 2022

ટાટા માલ વાહક વાહનમાં બનાવેલ ચોરખાનામાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી લેતી શહેર ક્રાઇમ બ્રાન્ચ

એ.એસ.આઇ. બલભદ્રસિંહ જાડેજા, હેડકોન્સ, મહીપાલસિંહ ઝાલા અને કનકસિંહ સોલંકીની બાતમી: ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી.વી. બસિયા, પીઆઇ વાય.બી.જાડેજા, પીઆઇ જે.વી. ધોળાની રાહબરમાં ટીમની કામગીરી

રાજકોટ : શહેર ક્રાઇમ બ્રાન્ચે દારૂનો જથ્થો ભરેલું માલવાહક વાહન પકડી લીધું છે.જેમાં ચોરખાનું બનાવીને દારૂ છુપાવી રખાયો હતો. શહેર વિસ્તારમાંથી પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને આગામી જનમાષ્ટમીના તહેવાર ને અનુલક્ષીને અસરકારક કામગીરી કરવા સુચના મળી હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર વાય. બી.જાડેજા તથા પોલીસ ઇન્સ્પેકટર જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એ.એસ.આઇ. બલભદ્રસિંહ જાડેજા, હેડકોન્સ, મહીપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકીને મળેલ સયુંકત હકિકત આધારે ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા હાઇવે રોડ ઉપર ગ્રીન લેન્ડ ચોકડીનો પુલ ઉતરતા હાઇવે રોડ ઉપરથી ટાટા માલ વાહક વાહન પકડી લીધું હતું. તેનો ચાલ હાથમાં આવ્યો નહોતો. આ વાહન નં.જી.જે.૩૫.ટી.૧૭૭૫માં ચોરખાનું બનાવાયું હતું. જેમાંથી મેકડોવેલ નંબર વન ઓરીજનલ ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૧૪૪ કિ.રૂા.૫૭,૬૦૦ની મળતા તે ૧,૫૦,૦૦૦નું વાહન કબ્જે કરવામાં આવેલ છે.

પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ તથા ખાસ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ એહમદ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા એસીપી (ક્રાઇમ) ડી.વી.બસીયાની રાહબરીમાં આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર વાય.બી.જાડેજા તથા પોલીસ ઇન્સ્પેકટર જે.વી.ધોળા, એ.એસ.આઇ. બલભદ્રસિંહ જાડેજા, હેડકોન્સ. મહીપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, જયદેવસિંહ પરમાર સહિતે કરી છે.

 

(4:34 pm IST)