રાજકોટ
News of Tuesday, 16th August 2022

ઇન્‍દીરાનગરમાં પ્રેમસંબંધના ડખ્‍ખામાં પ્રફુલ પર સલીમ સહિતે ધોકાવાળી કરી

યુનિવર્સિટી પોલીસે એટ્રોસીટી હેઠળ ગુન્‍હો દાખલ કર્યો

રાજકોટ તા.૧ ૬ : રૈયાધાર રાણીમાં રૂડીમાં ચોક પાસે ઇન્‍દીરાનગરમાં પ્રેમસંબંધ બાબતે ત્રણ શખ્‍સોએ ઘરમાં ઘુસી યુવાનને જ્ઞતિ પ્રત્‍યે અપમાનીત ફરી ધોકાવડે મારમારતા ફરીયા થઇ છે.
મળતી વિગત મુજબ રાણીમાં રૂડીમાં ચોક પાસે ઇન્‍દીરાનગરમાં હેતા પ્રફુલ વજુભાઇ ઓરવાડીયા (ઉ.ર૮) એ યુનિર્સિટી પોલીસ મથકમાં સલીમ તથા બે અજાણ્‍યા શખ્‍સો સામે ફરીયાદ નોંધાવી છે પ્રફુલુ ફરીયાદમાં જણાવ્‍યું છે કે, પોતે પોતાની દિવ્‍યા મતા તથા મોટાભાઇ અને ભાભી સાથે સંયુકત પરિવારમાં રહે છે પોતે છુટક ડ્રાઇવીંગ કરે છે પોતે છ વર્ષ પહેલા દીવ્‍યા સાથે પ્રેમલગ્ન કર્યા હતા પોતાને આતેકવર્ષ પહેલા શેરીમાં રહેતી પાયલ નથી યુવતી સાથે પ્રેમસબંધ હતો અને સંબંધ બાબતે પોતાના ઘરમાં ખબર પડતા સાતેક મહિના પહેલા શેરીમાં રહેતા સલીમ તથા જાહીદના કહેવાથી પોતાને પાયલ સાથે ઘરમેળે સમાધાન થઇ ગયું હતું. દરમ્‍યાન ગઇકાલે પોતે તથા પત્‍ની દીવ્‍યા ઘરે હતા ત્‍યારે ઘરનો દરવાજો કોઇએ ખખડાવતા પત્‍ની દિવ્‍યાએ દરવાજો ખોલતા ત્રણ શખ્‍સો ઉભા હતા પત્‍નીને કહેલ કે પ્રફુલને કહો બહાર આવે જેથી પત્‍ની પોતાને બોલાવવા આવેલ એટલામાં સલીમ તથા તેની સાથે આવેલા બે અજાણ્‍યા શખ્‍સો ઘરમાં ઘુી ગયા હતા. અને કહેવા લાગેલ કે, ‘તુ મારી સાથે ચાલ' તેમ કહી પોતાનો કાઠલો પકડી લીધો હતો અને પોતે સાથે આવવાની ના પાડતા સલીમે ઉશ્‍કેરાઇને પોતાની સ્‍વીફટ કારમાંથી લાકડાનો ધોકો કાઢી પોતાને માર મારવા લાગેલ અને તેની સાથે આવેલા બે અજાણ્‍યા શખ્‍સોએ પણ ધોકાવડે મારમાર્યો હતો પોતે દેકાનો બોલાવતા અસપાસના લોકો એકઠા થતા સલીમે પોતાને જ્ઞાતિપ્રત્‍યે હડધુત કરી ત્રણેય ભાગી ગયા હતા બાદ પોતાને સારવાર માટે સીવીલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના પી. એસ. આઇ.એમ.આર.ઝાલા સહિત પ્રફુલ ચોરવાડીયાની ફરીયાદ પરથી સલીમ તથા બે અજાણ્‍યા શખ્‍સો સામે એટ્રોસીટીની કલમ હેઠળ ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

(3:27 pm IST)