રાજકોટ
News of Tuesday, 16th August 2022

નવનિયુકત નોટરીઓને શિલ્‍ડ આપી સન્‍માનાશે

રાજકોટ નોટરી એસોસીએશન દ્વારા મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં ૨૬મીએ કાર્યક્રમ

રાજકોટ,તા.૧૬: રાજકોટ નોટરી એસોસીએશનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, ઉપ પ્રમુખ યોગેશ ઉદાણી, મંત્રી હસમુખ જોષી, સ્‍થાપક પુર્વ પ્રમુખ બિપીનભાઇ ગાંધી, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા તથા ભરતભાઇ આહયા દ્વારા આગામી તા. ૨૬ના શુક્રવારે રાજકોટ શહેરના કેન્‍દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦માં નિમણૂક પામેલ નવ નિયુકત નોટરીઓનું શિલ્‍ડ આપી સન્‍માન કરવાનો કાર્યક્રમ રાજકોટ નોટરી એસો. દ્વારા યોજાએલ છે. આ કાર્યક્રમમાં રાજકોટ શહેરના ઉચ્‍ચ અધિકારી તથા પદાધિકારીઓની ઉપસ્‍થિતીમાં તથા તેમના વરદ હસ્‍તે નવ નિયુકત નોટરીઓનુ સન્‍માન કાર્યક્રમ કરવામાં આવશે.

 રાજકોટ નોટરી એસોસીએશન દ્વારા અગાઉ નવ નિયુકત પામેલ રાજય તથા કેન્‍દ્ર સરકારના નોટરીઓનું સન્‍માન તેમજ લીગલ સેમિનાર તથા સંગઠનને લગત કાર્યરતઆ એસો. દ્વારા કાર્યક્રમ યોજાય રહેલો છે ત્‍યારે નોટરી એસો. ના જયંતભાઇ ગાંગાણી, રમેશભાઇ કથીરીયા, સુરેશ સાવલીયા, ઘીમંતભાઇ જોષી, રમેશભાઇ ભંડેરી, જયેશભાઇ જાની, રાજેશભાઇ દવે તથા કમલેશભાઇ તન્ના, રાજેન્‍દ્રસિંહ ગોહિલ, હેમાંગ જાની સહિતના જહેમત ઉઠાવી  રહ્યા છે.

કેન્‍દ્ર દ્વારા શહેરોની વસ્‍તીને ધ્‍યાને લઇ નોટરીઓની નિયુકતી કરવામાં આવતી હોય છે ત્‍યારે રાજકોટ શહેરમાં જ રાજકોટ નોટરી એસો. ના આશરે ૨૫૦ જેટલા વિશાળ સભ્‍યો ધરાવતું એસો.દ્વારા ભુતકાળમાં નોટરીને પડતી મુશ્‍કેલીઓ તેમજ અન્‍યાય સામે અનેક રજુઆત રાજકોટ નોટરી એસો. દ્વારા કરી પ્રશ્નો તથા રજુઆતની નિરાકરણ લાવવા દિનેશ પમલાણી, મુકેશ પીપળીયા, અતુલ મેહતા, શબ્‍બીર હીરા, મનિષ ખખ્‍ખર,   કમલેશ ઠાકર, ધર્મેશ મહેતા, વિજય  દવે, અશોક ત્રાંબડીયા, મનિષભાઇ ચૌહાણ તથા સંધ્‍યાબેન રાઠોડએ ન્‍યાય અપાવેલ હોવાનું યાદીમાં જણાવાયુ છે.

રાજકોટ નોટરી એસો. દ્વારા છેલ્લા ત્રણ વર્ષ કોરોના મહામારીના કારણે કાર્યક્રમ કરવામાં આવેલ ન હતો જેથી નવનિયુકત કેન્‍દ્ર સરકારના વર્ષ ૨૦૨૦ના રાજકોટ નોટરીઓના આ ભવ્‍યથી અતિ ભવ્‍ય કાર્યક્રમ બનાવવા માટે રાજકોટ નોટરી એસો. ના સર્વશ્રી આનંદ જોષી, ભેપેન્‍દ્રસિંહ જાડેજા, કીરીટ ચોવટીયા, દિપક દત્તા, આશિષ વિરડીયા, જગુભાઇ કુવાડિયા, શૈલેષ વ્‍યાસ, અરવિંદ વસાણી,જયંતિલાલ મારવીયા, પન્ના ભુત, મહેશ ચાવડા, જીતેન્‍દ્રસિંહ જાડેજા, મુકુંદસિંહ સરવૈયા સહિતના નોટરીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:25 pm IST)