રાજકોટ
News of Thursday, 16th August 2018

યુવા ભાજપ દ્વારા મશાલ રેલી યોજાઇ

રાજકોટ : અખંડ ભારત સ્મૃતિ દિન નિમિતે સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ અને યુવા ભાજપ પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાનીમાં શહેર ભાજપ યુવા મોરચા દ્વારા મશાલ રેલી યોજવામાં આવી હતી. આ તકે રાજકોટના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમામ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, યુવા ભાજપ પ્રદેશ મહામંત્રી નેહલ શુકલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, ડે. મેયર અશ્વીન મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમાર, ફાલ્ગુનભાઇ ઉપાધ્યાય, પુષ્કર પટેલ, અશ્વિન ભોરણીયા, ગૌતમ ગોસ્વામી, ડી. બી. ખીમસુરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. મશાલ રેલી શહેરના જિલ્લા પંચાયત ચોક સ્થિત શીવાજી મહારાજની પ્રતિમાથી પ્રસ્થાન થઇ શહેરના વિવિધ માર્ગો પર ફરી યાજ્ઞિક રોડ પર સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ખાતે સંપન્ન થઇ હતી. યુવા ભાજપમાંથી અમીત બોરીચા, હીતેશ મારૂ, સતિષ ગમારા, સર્વેશ્વર ચૌહાણ, કુલદીપસિંહ ચૌહાણ, વ્યોમ વ્યાસ, પાર્થરાજસિંહ ચૌહાણ, પુર્વેશ ભટ્ટ, કીશન ટીલવા, હિરેનરાવલ, મીત મહેતા, ડો. પ્રીતેશ પોપટ, આનંદ જાવીયા,હાર્દિક મોઢવાડીયા, જયેશ  લાઠીયા, અશ્વિન રાખશીયા, સુનીલ માકાસણા, અર્જુન ઠાકુર, શિવરાજસિંહ જાડેજા, સુનિલ ગોહેલ, જયરાજસિંહ જાડેજા સહિતના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતાં.

(5:01 pm IST)