રાજકોટ
News of Thursday, 16th August 2018

ચેક પાછો ફરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી અદાલત

રાજકોટ તા ૧૬ : અત્રેમાર્કેટીંગયાર્ડ, શિવમ હોલ પાસે, ન્યુ શકિત સોસાયટી રાજકોટ મુકામે રહેતા સવિતાબેન શામજીભાઇ ગોંઢાએ જલારામ સોસાયટી, જકાતનાકા પાીે, મોરબી રોડ, રાજકોટ મુકામે રહેતા અરજણભાઇ મોહનભાઇ દામાણી સામે ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ ૧૩૮ મુજબની ફરિયાદ નોંધાવેલ જે અંગેનો કેસ ચાલી જતાં રાજકોટ એડી.ચીફ.જયેુ. મેજી. કોર્ટે આરોપી અરજણભાઇ મોહનભાઇ દામાણીને નિર્દોષ ઠકાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની વિગત એવી છે કે, અરજણભાઇ મોહનભાઇ દામાણીએ સવિતાબેન શામજીભાઇ ગોૈઢા પાસેથી કુલ રૂા ૩,૫૦,૦૦૦/- પોતાના બિમાર પુત્રની દવા માટે લીધેલા જેના બદલામાં પાર્ટ પેમેન્ટ પેટે તા. ૮ઈ૭/૨૦૦૪ ના રોજનો નાગરિક બેન્ક બેડીપરા શાખાનો રૂા ૫૦,૦૦૦/ નો ચેક આપેલ જે ચેક ફરીયાદી સવિતાબેન ગોૈઢાએ તા. ૯/૭/૨૦૦૪ ના રોજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માર્કેટીંગ યાર્ડ, રાજકોટ શાખા ખાતે વટાવવા નાખતા જે ચેક તા. ૧૦/૭/૨૦૦૪ ના રોજ એકાઉન્ટ કલોઝના શેરા સાથે પરત કરેલ જેથી ફરીયાદી સવિતાબેન ગોૈડાએ કાનુની નોટીસ આપેલ છતાં પણ અરજણભાઇ મોહનભાઇ દામાણીએ ચેક મુજબની રકમ નહીં ચુકવતા સવિતાબેન ગોૈઢાએ રાજકોટ કોર્ટમાં ધી નેગો. ઇન્સ્ટ્રુ. એકટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાખ દાખલ કરેલ જે ફરિયાદ કોર્ટે રજીસ્ટરેલઇ અરજણભાઇ મોહનભાઇ દામાણીને સમન્સ ઇસ્યુ કરેલ.

ફરિયાદી પક્ષ શંકાથી પર પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ થયેલ છે. અને ફરિયાદવાળો ચેક ફરિયાદીએ હાથ ઉછીના નાંણા આપેલ હોય અને તે પરત ચુકવવા આરોપીએ આપેલ હોય તેવી હકીકત રેકર્ડ ઉપરના પુરાવાથી પુરવાર થતી નથી જેથી જે તમામ હકીકતો ધ્યાનમાં લઇ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવો જોઇએ તેવી બચાવપક્ષે રજુઆત કરી હતી.

ફરિયાદ પક્ષ તથા બચાવ પક્ષની દલીલો સાંભળી રાજકોટના એડી.ચીફ.જયુ. મેેજી. કોર્ટે આરોપી અરજણભાઇ મોહનભાઇ દામાણીને  ે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.

આ કામમાં આરોપી અરજણભાઇ મોહનભાઇ દામાણી તરફે રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી અમીત એસ. ભગત, આનંદકુમાર ડી. સદાવ્રતી તથા ધર્મેન્દ્ર ડી. બરવાડીયા રોકાયેલા હતા

(4:51 pm IST)