રાજકોટ
News of Thursday, 16th July 2020

સેન્ટ્રલ બેંકની જયરાજ પ્લોટ શાખાએ રૂ. ૧૦ના ૧ હજાર સિકકા સ્વીકારવાની ના પાડતા કલેકટરને ફરિયાદ

રિઝર્વ બેન્કે પણ કોઇ બેન્ક સિકકા નો સ્વીકારે તો જાણ કરવા જણાવાયું છે

રાજકોટ તા. ૧૬: શહેરના મહેમદ હનિફભાઇએ કલેકટરને આવેદનપત્ર પાઠવી સેન્ટ્રલ બેન્કે રૂ. ૧૦/-ના સીકકા સ્વીકારવાનો ઇન્કાર કરી રહી હોવાની રજુઆતો કરી હતી.

આવેદનમાં જણાવ્યું હતું કે, મારા પુત્ર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, જયરાજ પ્લોટ શાખામાં ખાતું ધરાવે છે. આ દિવસે ખાતામાં રૂ. ૧૦/- (દશ) નાં એક હજાર નાં સિકકા સ્વીકારવાની ના કહેલ શું બેંક આ પ્રકારે બેંક ચલણી સિકકા સ્વીકારવાની ના કહી શકે? આ બાબતમાં રીઝર્વ બેંક તેમજ કલેકટરશ્રી દ્વારા પણ વખતો વખત જાહેર જનતાની જાગૃતિ માટે પ્રેસનોટ દ્વારા વાકેફ કરવામાં આવે છે કે રૂ. ૧૦/- દશવાળા સિકકા જો કોઇ દુકાનદાર, વેપારી વિગેરે ના કહે તો જાણ કરવી, આમ છતાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, જયરાજ પ્લોટ શાખા દ્વારા સ્પષ્ટ ના કહેલ, ''આવા ચલણી સીકકા અહિં સ્વીકારવામાં આવતાં નથી'' આ મતલબનો બોર્ડ પણ લગાડેલ નથી.

અમારી વિનંતી છે કે આ બાબતમાં ગુન્હો બનતો હોય તો આવા અધિકારી-કર્મચારી વિરૂધ્ધ ફરીયાદ કરવા અમો તૈયાર છીએ.

(3:14 pm IST)