રાજકોટ
News of Tuesday, 16th July 2019

પૂ.ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી

સૌરાષ્ટ્રના સિંહણ, તીર્થસ્વરૂપા, વચનસિધ્ધિ : જાપ- ગુરૂપૂજન- મહામાંગલિકના માહોલમાં ભાવિકો ભાવવિભોર

રાજકોટ,તા.૧૬: ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ. શ્રી ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં આજે સવારે ૬ થી સાંજના ૭ વાગ્યા સુધી દર્શન તેમ જ જાપ માટે તથા ગુરૂપૂજન કરવા હજારો માણસોએ કતાર લગાવી હતી. સવારે ૭:૩૦ વાગ્યે દરેક સાધકોને નવકારશીનું આયોજન ત્યારબાદ ૮:૩૦ થી ૯:૩૦ સમૂહ ભકતામર, બધા સ્તોત્રના જાપ યોજાયેલ.

પૂ.સોનલભાઈ મહાસતીજીએ જણાવ્યું હતું કે ગુરૂના ત્રણ પ્રકાર છે પ્રથમ ગુરૂ જનક અને જનની બીજા જગત પિતા અને ત્રીજા સદ્દગુરૂ આત્મકલ્યાણના માગે જવા માટે સદ્દગુરૂનું શરણ જ શ્રેષ્ઠ છે. ગુરૂ કોને કહેવાય? ગુરૂ કેવા હોવા જોઈએ? એ ઉપર ઉપદેશ અને સંદેશ આપ્યો હતો કે પથ્થર જેવા, પાંદડા જેવા અને લાકડા જેવા એમ ત્રણ પ્રકારના ગુરૂ હોય તેનાં સર્વથી શ્રેષ્ઠ ગુરૂ લાકડા જેવા હોય છે. જે પોતે તરે અને બીજાને તારે બધાએ ગુરૂ નહિ પણ સદ્દગુરૂ શોધવા જોઈએ. પૂ.ભગવાનતુલ્ય ઈન્દુબાઈ મહાસતીજીને ગુરૂ માનનારા તથા તેમને પૂજનારા હજારો માણસો રહેલા છે.

આ સમયે જૈનસમાજના આગેવાનો તથા શ્રેષ્ઠીવર્યોએ ગુરૂવંદના સાથે ગુરૂની ભાવપૂજા કરી હતી. પૂ.મહાસતીજીની આધ્યાત્મિક ઉપાસનાનો ઉલ્લેખ કર્યો હતો. નાલંદા તીર્થધામમાં ''ઈન્દુબાઈ સ્વામી એક નામ હૈ નાલંદા તીર્થધામ હૈ'' ગુંજી ઉઠેલ. જાપ કરનાર તથા ગુરૂપૂજનમાં આવનાર દરેકને બહુમાન અર્થે રૂ.૭૦ /- લાડુ તથા ગુરૂચરણ વગેરે આપેલ હતું.

જાપ સાધક બધાને નૌકારશી તેમજ બહુમાન અપાયેલું હતું. ગુરૂપૂજનનો ભવ્યાતિભવ્ય રીતે કાર્યક્રમ યોજાયો. ગુરૂપૂજનનો લાભ લીધો. પહેલા પૂજનમાં નલિનીબેન સંઘવી તથા ગુરૂપૂજનો લાભ અંકુરભાઈ મારવાડીએ લીધેલ છે.

આ પ્રસંગે સંઘના પદાધિકારીઓ જયેશભાઈ માવાણી, જયેશભાઈ સંઘાણી, નિલેશભાઈ શાહ, પ્રદિપભાઈ માવાણી, આર.આર.બાવીશી પરિવાર, નવિનભાઈ શાહ, શૈલેષાભાઈ ઉદાણી, શૈલેષભાઈ શાહ,ચ રાજુભાઈ ઘેલાણી, પરેશભાઈ ચાવડા, જંશકન યુવક મંડળ રાજુભાઈ મોદીની સમગ્ર ટીમ, ભૂપેન્દ્રભાઈ મહેતા, સોનલ સિનિયર સીટીઝન, સોનલ સેવા મંડળ, સોનલ સખી મંડળ, રાજકોટના તમામ જૈન સમાજના પૂ.ગુરૂણીમૈયાને પોતાના ગુરૂ માનનાર દરેક ભાવિકોએ ભકિતભાવપૂર્વક પૂ.ગુરૂણી મૈયાની ભકિત કરી હતી. નવકારશી દાનરત્ના  શાદરાબેન મોદી તરફથી પ્રભાવના ગુરૂણીભકતો તથા શ્રેણિક માવાણી તથા નલિનબેન સંઘવી તેમજ પ્રફુલ્લાબેન ઝાલા રાજુભાઈ- લલિતભાઈ મોદી તરફથી હતી.

(3:19 pm IST)