રાજકોટ
News of Tuesday, 16th July 2019

રાજકોટ જિલ્લા યુવા ભાજપ નવા ૫૦૦ સભ્યો નોંધશે

રાજકોટ તા.૧૬: જીલ્લા યુવા ભાજપા દ્વારા સદસ્યતા નોંધણી અભિયાન અંતર્ગત વિસ્તારક યોજના બેઠક જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી ડિ.કે.સખીયા તથા મહામંત્રી ભાનુભાઇ મેતાના માર્ગદર્શન હેઠળ જીલ્લા ભાજપા યુવા મોરચાના પ્રમુખશ્રી પ્રશાંતભાઇ કોરાટ તથા મહામંત્રીશ્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી રોહિતભાઇ ચાવડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જીલ્લા યુવા મોરચાના હોદેદારો, કારોબારી સદસ્યો, તાલુકા/શહેરના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ તથા યુવા આગેવાનોની ઉપસ્થિતિમાં સંગઠનપૂર્વ અંતર્ગત વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી સદસ્યતા વૃદ્ધિ અભિયાનને રાજકોટ જીલ્લાના તાલુકા મથકોએ અસરકારક રીતે સદસ્યતા પર્વ ઉજવાય તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.

શ્રી કોરાટએ જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપાએ સંગઠન પર્વ દરમ્યાન કાર્યકર્તા વૃદ્ધિનું લક્ષ્ય હાથ ધર્યુ છે ત્યારે આગામી તા.૧૩ થી ૧૮ જુલાઇ વિસ્તારક યોજનાનું આયોજન કરવામાં આવેલ છે. યુવા મોરચાના કાર્યકર્તાઓએ તાલુકાના તમામ બુથ સુધી દરેક સમાજ અને વર્ગ-સમૂહને સાથે લઇ સર્વ સ્પર્શી, સર્વ વ્યાપી અભિયાન યુવા મોરચા દ્વારા હાથ ધરીને વધુમાં વધુ લોકોને ભાજપાની વિચારધારા સાથે જોડી રાષ્ટ્રસેવાને પ્રબળ બનાવવા તમામ તાલુકામાં યુવા મોરચા દ્વારા ૫૦૦૦ સભ્યો નોંધણી કરવામાં આવશે.

આ તકે આઇ.ટી.એસ.એમ.ના ઇન્ચાર્જ હિરેનભાઇ જોશીએ ઓનલાઇન સદસ્યતા અભિયાનની ટેકનીકલ માહિતી આપ હતી.

આ બેઠકમાં જીલ્લા યુવા ભાજપા અધ્યક્ષશ્રી પ્રશાંતભાઇ કોરાટ, મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, રોહિતભાઇ ચાવડા, પ્રભારીશ્રી મનીષભાઇ સંઘાણી, મુકેશભાઇ મેર, કમલેશભાઇ વરૂ, શ્રી હિરેનભાઇ જોશી, સંજયભાઇ મકવાણા, નીલેશભાઇ તળપદા, પ્રવીણભાઇ સેગલીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઇ વોરા,સમીરભાઇ કોટડીયા, મહેશભાઇ જોશી, જીગ્નેશભાઇ ડેર, સરજુભાઇ માકડિયા, જયેશભાઇ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(12:01 pm IST)