રાજકોટ
News of Monday, 16th July 2018

ચારણીયા સમાજ દ્વારા પૂ. નાગબાઇ માતાજીની વાજતે ગાજતે શોભાયાત્રા

ઠેરઠેર હરખથી વધામણા : તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયુ સન્માન

રાજકોટ : સમસ્ત ચારણીયા સમાજને સેંકડો વર્ષો પૂર્વે આત્મગૌરવ અપાવનાર આઇશ્રી પૂ. નાગબાઇ માતાજીની અષાઢી બીજે રાજકોટમાં વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી હતી. સવારે કિસાનપરા ચોક રેસકોર્ષ રીંગરોડ ખાતેથી વાજતે ગાજતે પ્રસ્થાન થયેલ આ શોભાયાત્રાના મુખ્ય રથમાં પૂ. જગદંબા આઇશ્રી નાગબાઇ માતાજીની ફણીધર નાગ સાથેની ૧૪ ફુટ ઉંચી વિરાટ પ્રતિમા બેસાડવામાં આવી હતી. વિવિધ સામાજીક આગેવાનો, રાજકીય આગેવાનો, સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ દ્વામા માર્ગોમાં ઠેરઠેર શોભાયાત્રાનું સ્વાગત કરાયુ હતુ. મુખ્ય રૂટ પર ફરીને રેસકોર્ષ મેદાનમાં વિરામ પામેલ. જયાં શોભાયાત્રા સભાનારૂપમાં ફેરવાઇ હતી. અહીં ચારણીયા સમાજના તેજસ્વી એવા ૬૫૧ વિદ્યાર્થીઓનું શિલ્ડ સર્ટીફીકેટથી સન્માન કરાયુ હતુ. બાદમાં સમગ્ર સમાજના લોકોએ સમુહમાં પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

(4:28 pm IST)