રાજકોટ
News of Monday, 16th July 2018

માજોઠીનગરમાં અનવર ઉર્ફ બાબાના ઘરમાંથી ૨૪ હજારનો વિદેશી દારૂ કબ્જે

ક્રાઇમ બ્રાંચના અનિલભાઇ અને હરદેવસિંહની માહિતી પરથી દરોડો

રાજકોટ તા. ૧૬: માજોઠીનગરમાં ક્રાઇમ બ્રાંચે અનવર ઉર્ફ બાબો યુસુફભાઇ ફલાણીના મકાનમાં દરોડો પાડી રૂ. ૨૪ હજારનો ૬૦ બોટલ દારૂ કબ્જે લીધો હતો.

એસીપી જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એ. એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામરો, કોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, રામભાઇ વાંક, અજીતસિંહ પરમાર, હરદેવસિંહ રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે અનિલભાઇ અને હરદેવસિંહને મળેલી બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યોહ તો. જેમાં બેગ પાઇપરની ૪૮ બોટલ તથા ડાયરેકટર્સ સ્પેશિયલની ૧૨ બોટલ મળી આવતાં કબ્જે કરી અનવર ઉર્ફ બાબાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

(4:09 pm IST)