રૈયામાં વાડીમાં ખાડો ખોદી દાટેલો દારૂનો જથ્થો યુનિવર્સિટી પોલીસે શોધી કાઢ્યોઃ વિજયની ધરપકડ
૩૭૮૦૦નો દારૂ, બે બાઇક મળી ૧,૦૭,૮૦૦નો મુદ્દામાલ કબ્જેઃ પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા અને ટીમની કાર્યવાહીઃ દારૂ જયરાજ રોજાસરા પાસેથી લાવ્યાનું પકડાયેલા વિજય વાણીયાનું કથન : હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, કોન્સ. જેન્તીગીરીની બાતમી
રાજકોટ તા. ૧૬ : રૈયાગામ નજીક રૈયા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પાછળ આવેલી વાડીમાં યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી વાડીમાં ખાડો ખોદી દાટેલી દારૂની ૧૧૪ બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.
મળતી વિગત મુજબ રૈયાગામ નજીક રૈયાગામ નજીક રૈયા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન પાછળ આવેલી વાડીમાં દારૂનો જથ્થો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ હરપાલસિંહ જાડેજા, કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામીને બાતમી મળતા પી.આઇ.એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.બી.જાડેજા, હેડ કોન્સ રાજેશભાઇ મીયાત્રા, હરપાલસિંહ,યુવરાજસિંહ ઝાલા, જેન્તીગીરી ગૌસ્વામી, રાવતભાઇ ડાંગર, બ્રિજરાજસિંહ ગોહિલ સહિતે દરોડો પાડી વાડીમાં ખાડો ખોદી દાટેલી રૂ.૩૭,૮૦૦ ની કિંમતની દારૂની ૧૧૪ બોટલ કબ્જે કરી વાડી માલીક વિજય અનીલભાઇ વાણીયા (ઉ.ર૧) (રૈયાગામ પરમાર નિવાસ) ને પકડી લીધો હતો. અનેદારૂની હેરાફેરી માટે રાખેલા જી.જે.૩ એફ.સી.-ર૮૧૮ નંબરનું સ્પ્લેન્ડર મોટર સાયકલ અને જીજે.-૩ જે.આર.૧પ૭ર નંબરનું ડ્રીમણા ટુ વ્હીલર મળી રૂ.૧,૦૭,૮૦૦ ની મતા કબ્જે કરી હતી.પુછપરછમાં આ દારૂનો જથ્થો જયરાજ વિરજીભાઇ રોજાસરા પાસેથી લાવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
જર્જરીત મકાનમાંથી ૬૩ બોટલ દારૂ કબ્જે
એરપોર્ટ પોલીસ મથકના પી.આઇ.એમ.સ.વાળાના માર્ગદર્શન હેઠળ
પી.એસ.આઇ.જીતેન્દ્રભાઇ બાળા, હેડ કોન્સ યોગેન્દ્રભાઇ ચૌહાણ, અશોકભાઇ કલાલ, મહાવીરસિંહ ચુડાસમા, અને યશપાલસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ મહાવીરસિંહ ચુડાસમાને મળેલી બાતમીના આધારે બેડલા ગામમાં દરોડો પાડી એક જર્જરીત મકાનમાં છુપાવેલ રૂ.રપ,ર૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૬૩ બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી મકાન માલીક વિશાલ વિનુભાઇ મકવાણા રહે. બેડલા ગામ)ની શોધખોળ હાથ ધરી છે.