રાજકોટ
News of Saturday, 16th June 2018

સુકી સાજડીયાળીમાં સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલા વિ. દ્વારા શાળા પ્રવેશોત્સવ

રાજકોટઃ રાજકોટ તાલુકાના સુકી સાજડીયાળી ગામે પ્રાથમીક શાળામાં કન્યા કેળવણી અંગેનો ખાસ કાયક્રમ ભારે ઉત્સાહ પુર્વક યોજાયો હતો. સમગ્ર ગામમાં લગ્ન પ્રસંગ જેવો હરખ હતો. આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલા, શ્રી વાઘેલા,  સીઆરસી ધર્ર્મેશ રામાણી, ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ જાડેજા, તલાટી મંત્રી દિપકભાઇ ગોહેલ, મહાવીરસિંહ જાડેજા, એડવોકેટ કૃષ્ણસિંહ જાડેજા અને પ્રણવરાજસિંહ જાડેજા, શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા મહાનુભવો દ્વારા બાળકોનું સન્માન કરી તેઓને પ્રોત્સાહીત કરવા સાથે વાલીઓને પણ જાગૃતી બદલ અભિનંદન આપ્યા હતા. કાર્યક્રમ માટે આચાચર્ય શૈલેષભાઇ ટોલીયા તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી. લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા તથા સમગ્ર જાડેજા પરીવારે શુભેચ્છા પાઠવી હતી. (૪.૭)

 

(4:31 pm IST)