રાજકોટ
News of Saturday, 16th June 2018

ગાંધીનગરમાં ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમની ઓફીસનો સોમવારે વિજયભાઇના હસ્તે પ્રારંભ

રાજકોટ તા. ૧૬ : ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા.) ગાંધીનગરની નવિન ઓફિસનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગર કર્મયોગી ભવન બ્લોક નં.ર, ડી-ર વીંગ ચોથો માળ સેકટર ૧૦-બી ગાંધીનગર ખાતે કરવામાં આવશે.

તા.૧૮ ના સોમવારે ગુજરાત સરકાર દ્વારા નવ નિર્મિત નિગમની ઓફિસનો શુભારંભ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. જેમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઇ પટેલ, સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર, મંત્રીશ્રી વાસણભાઇ આહિર, સાંસદશ્રી શંભુનાથજી ટુંડીયા, સાંસદ કિરીટભાઇ સોલંકી અને સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા ઉપસ્થિત રહેશે.

ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા.)નામકરણનો શ્રેય રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના ફાળે જાય છ.ે અગાઉ આ નિગમનું નામ શ્રી અતિપછાત જાતિ વિકાસ નિગમ (અ.જા.)હતું.' જેથી રાજયના મુખ્યમંત્રી શ્રી રૂપાણી દ્વારા પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે નિગમ દ્વારા પ્રથમ લાભાર્થીઓને સહાય વિતરણની ઘોષણા કરવાાં આવેલ.

કાર્યક્રમને સફળ બનાવવા નિગમના નવ નિયુકત ચેરમેનશ્રી ગૌતમભાઇ ગેડીયા તથા શ્રી પુનમભાઇ મકવાણા -પૂર્વ ધારાસભ્ય કમલેશભાઇ મીરાણીના માર્ગદર્શન હેઠળ નિગમના ડિરેકટરી રઘુભાઇ સોલંકી, જયસુખ બારોટ, નીતીન બારોટ, શૈલેષભાઇ સોલંકી, માધાભાઇ બારોટ, દેવજીભાઇ ગેડીયા, વિજયાબેન સોલંકી, દિનેશભાઇ બારોટ તથા જીજ્ઞેશ રત્નોતર જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૬.૧૬)

(4:23 pm IST)