રાજકોટ
News of Saturday, 16th June 2018

ગઇકાલે રડી પડેલા રૂપાબેનનું આજે રૂપાળુ સ્મિત

રાજકોટઃ ગઇકાલે મ્યુ. કોર્પોરેશનના જનરલ બોર્ડમાં નવા મેયરની નિમણૂક થઈ તે વખતે મેયર પદના સબળ દાવેદાર ગણાતા રૂપાબેન શીલુએ તેઓને મેયર પદ નહી મળતા નારાજગી વ્યકત કરી હતી અને રડી પડયા હતા. દરમ્યાન મ્યુનિ. કોર્પોરેશનનાં નવનિયુકત મેયર સહિતના ભાજપના આગેવાનો આજે સવારે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા ત્યારે રૂપાબેન શીલુ હસતા મોઢે મેયર બીનાબેન આચાર્ય, ડો.દર્શિતાબેન શાહ સાથે તસ્વીરમાં નજરે પડે છે. તેણીએ  મેયરની  પંસદગી મુદ્દે કોઇ નારાજગી ન હોવાનું જણાવ્યુ હતુ.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:19 pm IST)