રાજકોટ
News of Monday, 16th May 2022

કોર્પોરેશન દ્વારા લેવાયેલ પ સંવર્ગની ભરતી માટેની લેખીત પરીક્ષાઓ શાંતિપૂર્ણ

રાજકોટ,તા.૧૬: મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલ હતી જેમાં (૧)એડી.આસી.એન્‍જી.(સિવિલ) , (૨)વર્ક આસીસ્‍ટન્‍ટ(સિવિલ), (૩) વર્ક આસીસ્‍ટન્‍ટ(ઇલે.) (૪) ડેપ્‍યુટી ચીફ એકાઉન્‍ટન્‍ટ અને (૫)સર્વેયર, આમ કુલ-૦૫ સંવર્ગની લેખિત પરીક્ષા તા.૧૫/૦૫/૨૦૨૨ ના રોજ અલગ-અલગ સમય મુજબ રાજકોટ શહેરના ૦૩(ત્રણ) પરીક્ષા કેન્‍દ્રો ખાતે લેવામાં આવી. આ પાંચેય લેખિત પરીક્ષાના મળીને કુલ ઉમેદવારો-૩૫૯૦ નોંધાયેલ હતા, જે પૈકી ૨૨૭૭ ઉમેદવારો દ્વારા લેખિત પરીક્ષા આપવામાં આવેલ અને ૧૩૧૩ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહેલ.
નોવેલ કોરોના વાયરસની સરકારશ્રીની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન થાય તે રીતે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ. ઉમેદવારોને પરીક્ષા સમયના ૦૧(એક) કલાક પહેલા પરીક્ષા ખંડમાં સંપુર્ણ વિડીયોગ્રાફી કરીને એન્‍ટ્રી આપવામાં આવેલ તેમજ પરીક્ષા ખંડમાં મોબાઈલ, ઈલેક્‍ટ્રોનીક્‍સ ગેઝેટ, કેલ્‍ક્‍યુલેટર, અને સ્‍માર્ટ વોચ, સાથે લઈ જવા પર મનાઈ કરવામાં આવેલ.લેખિત પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે. સદરહું પરીક્ષાઓની પ્રોવિઝનલ આન્‍સર કી મહાનગરપાલિકાની વેબસાઈટ પર આગામી સમયમાં પ્રસિધ્‍ધ કરવામાં આવનાર છે.

 

(4:14 pm IST)