રાજકોટ
News of Monday, 16th May 2022

નાનામવા રોડ રાજનગર ચોક પાસે ઘોડી પાસા રમતા છ શખ્‍સો પકડાયા

માલવીયાનગર પોલીસનો દરોડો : ૧૧ હજારની રોકડ કબ્‍જે

રાજકોટ,તા. ૧૬: નાના મવા રોડ રાજનગર ચોક પાસે માલવીયાનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા છ શખ્‍સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ નાના મવા રોડ પર રાજનગર ચોક પાસે કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્‍સ.અજયભાઇ વિકમા, તથા કોન્‍સ. અંકીતભાઇ નિમાવતને બાતમી મળતા રાજનગર ચોક પાસે દરોડો પાડી ઘોડી પાસાનો જુગાર રમતા રૈયાધાર ઇન્‍દીરાનગરના ચંદુ તુલસીભાઇ મકવાણા, નાના મવા રોડ નહેરૂનગર-૫ના રસીક જેઠી ચંદભાઇ પઢીયાર, લક્ષ્મીનગર આવાસના કવાર્ટરના છત્રપાલ ડાયાભાઇ સોલંકી, લક્ષ્મીનગર મેઇન રોડ પરના મહેશગીરી રૂગનાથગીરી ગોસ્‍વામી અને રાજનગર ચોક મેઘમાયાનગર શેરી નં.૧ના મુકેશ નાથાભાઇ સોહેલીયાને પકડી લઇ રૂા. ૧૧,૨૫૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી પીઆઇ કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ.એસ.મહેશ્વરી સહિતના સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

 

(4:10 pm IST)