રાજકોટ
News of Monday, 16th May 2022

લાખાજીરાજ રોડ પર રૂા.પ૦૦ માગતા પત્‍નીએ ના પાડતા પતિ જીતેશે માથામાં સળીયો ફટકાર્યો

લાખાજીરાજ રોડ પર બનાવઃ ખુશ્‍બુબેન રાયઠઠ્ઠા સારવારમાં

રાજકોટ તા. ૧૬ : લાખાજીરાજ રોડ પર બાલાજી સેન્‍ડવીચ પાસે રૂા.પ૦૦ માંગતા પત્‍નીએ ના પાડતા પતિએ તેના માથામાં સળીયો ફટકારી દેતા મહિલાને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ રૈયા રોડ પર બાપાસીતારામ ચોક મીરાનગર શેરી નં. ૪માં રહેતા ખુશ્‍બુબેન જીતેશભાઇ રાયઠ્ઠા (ઉ.૩૮) બપોરે લાખાજીરાજ રોડ પર બાલાજી સેન્‍ડવીચની પાસે ગણેશ ફેશન નામની પોતાની દુકાને  હતા. ત્‍યારે તેના પતિ જીતેશે આવી તેની પાસે રૂા.પ૦૦ માગતા ખુશ્‍બુબેને પૈસા ન આપતા પતિએ ઉશ્‍કેરાઇને માથાના ભાગે સળીયો ફટકારી નાશી ગયો હતો. બાદ ખુશ્‍બુબેનને સારવાર માટે સીવીલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. પતિ કામ ધંધો કરતો ન હોઇ અવાર નવાર પૈસા માંગતો હતો. પોતાને સંતાનમાં એકપુત્ર અને એક પૂત્રી છે. ત્રણ મહિના પહેલા દીકરીનું મૃત્‍યુ થયું હતું. આ અંગે એડીવીઝન પોલીસે તપાસ આદરી છ.ે

(3:29 pm IST)