રાજકોટ
News of Monday, 16th May 2022

કોરોના મેડીકલેઇમની રકમ છ ટકાના વ્‍યાજે ચુકવવા ગ્રાહક સુરક્ષા ફોરમનો વિમા કંપની હુકમ

રાજકોટ,તા. ૧૬: અત્રે યુનાઈટેડ ઈન્‍સ્‍યોરન્‍સ કંપનીના તથા સીગ્‍મા ઈન્‍સ્‍યોરન્‍સ બ્રોકીગ વિરૂઘ્‍ધ રાજકોટના રહેવાસી પરેશભાઈ દાવડા ફેમેલીમેડીકેર પોલીસી - ર૦૧૪ અંર્તગત વિમા કંપની દ્વારા મેડીકલેઈમની પુરેપુરી રકમ ન ચુકવતા રાજકોટ ગ્રાહક સુરક્ષા ફોરમમાં દાખલ કરવામા આવેલ હતી. જે ફરીયાદના આધારે ફરીયાદી ને કપાત કરેલ રકમ ૬ ટકા વ્‍યાજ સાથે ચુકવાનો હુકમ કરેલ હતો.

આ કેસની હકીકત જોઈએ તો ફરીયાદીએ યુનાઈટેડ ઈન્‍ડીયા ઈન્‍સ્‍યોરન્‍સ કંપનીની ફેમેલી મેડીકેર પોલીસી ર૦૧૪ જે ૧૦૦ ટકા મેડીકલ રીસ્‍ક કવરની વિમા પોલીસી લીધેલ હતી. ફરીયાદી પરેશભાઈ દાવડાનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા તેમને ર૦ દિવસ ઈન્‍ડોર તથા આઉટડોર સારવાર લીધેલ હતી. જે અંગેના તમામ મેડીકલ રી-એમ્‍બ્‍સમેન્‍ટ કુલ ખર્ચ રૂા.૧,ર૦,૬૬૯/- ની માંગણી વિમાકંપની પાસે કરેલ હતી જેમાં વિમાકંપની રૂા.૮૯,ર૭૧/- ચુકવેલ હતા વિમા કંપનીની પોતાની મનસુફી તથા જુદા જુદા કારણો ઉભા કરી રૂા.૩૧,૩૯૮/- ચુકવેલ ન હતા.

આ અંગે ફરીયાદી દ્વારા વિમાકંપની તથા એજન્‍ટ પાસે અનેક વખત મૌખીક તથા લેખીત તથા ટેલીફોનીક રજુઆત કરવા છતાં ચુકવેલ ન હતા જે અંગે ફરીયાદી દ્વારા હેલ્‍થકેર પોલીસી લેવાનુ પ્રયોજન વિમેદારના જીવન રક્ષણ માટે લાઈફલાઈન તરીકે માનવ શરીરના અમુલ્‍ય આયુષ્‍યની રક્ષા માટે પ્રીકોશન તરીકે લઈએ છીએ જે રીસ્‍ક કવરની એમાઉન્‍ટ કરતા અમુલ્‍ય છે. વિમા કંપની સરકારશ્રી તેમજ ઈરડાની ગાઇડલાઈન્‍સ મુજબ વિમા પોલીસી ઈસ્‍યુ કરવાની કામગીરી કરે છે અને વિમેદારને, મેડીકલેઈમ હેલ્‍થ પોલીસી ઈસ્‍યુ કરવા માટે સરકારશ્રીના નિયમો અનુસાર વિમેદારને ઈન્‍ડોર પેશન્‍ટ તરીકે દાખલ થવાનો પ્રસંગ બને તો તમામ મેડીકલ ખર્ચ ચુકવવા પાત્ર બને છે તેમ છતાં મેડીકલેઈમની પુરેપુરી રકમ ચુકવેલ ન હતી તેથી ફરીયાદી દ્વારા રીવાઈઝડ સી.પી.એકટ- ર૦૧૯ (કાયદાના નં ૩પ) ની કલમ ૧૧ તેમજ કલમ ૧ (૪૬) મુજબ મેડીકલેઈમની રકમ રૂા.૩૧,૩૯૮/- તથા માનસીક ત્રાસ અંગે ફરીયાદ કરેલ હતી.

આ ફરીયાદના આધારે રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા ઠરાવેલ કે , વિમા કંપની દ્વારા કત્‍ય એ સ્‍પષ્‍ટ રીતે અયોગ્‍ય વેપાર નીતિ-રીતી અને એકટની કલમ - ર(૪૬)(૬) અન્‍વયે ખોટુ, ભુલ-ભરેલું, ગેરકાયદેસરનું અને બદઈરાદા સાથે હોવાનુ જણાવેલ હતુ જેથી ફરીયાદીની કપાત કરેલ કલેઈમની રકમ ૬ ટકા વ્‍યાજ સાથે તથા અરજી ખર્ચ રકમ રૂા.૧૦૦૦/- ચુકવવાનો આદેશ કરેલ હતો.

આ કામના ફરીયાદી પરેશભાઈ દાવડા વતી રાજકોટના ધારાશાસ્‍ત્રી નિશાંત જોષી, સહદેવ દુધાગરા, મંથન વીરડીયા,પાર્થ સંધાણી,દેવેન ગઢવી રોકાયેલ હતા.

(10:44 am IST)