રાજકોટ
News of Sunday, 16th May 2021

કોઠી કમ્પાઉન્ડમાં જુગાર રમતા ૪ શખ્સોને પ્રદ્યુમનનગર પોલીસે પકડ્યા

રાજકોટ: શહેરના કોઠી કમ્પાઉન્ડ ખાતે રેલ્વેના ક્વાર્ટરમાં અમુક ઇસમો ગંજીપાના પડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહેલા છે તેવી હકીકત મળતા હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા નં (૧) કાન્તી છગનભાઇ વાણીયા  ઉ.વ.૪૮ ધંધો નોકરી (રેલ્વે સફાઇ કામદાર) રહે,કોઠી કમ્પાઉન્ડ ક્વાર્ટર નં.૯૬/ડી ગ્રાઉન્ડ ફ્લોર રાજકોટ શહેર નં.(ર) રાજુ પુરાસ્વામી આદીદ્રાવડા  ઉ.વ.૪૫ ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ રહે,કોઠી કમ્પાઉન્ડ ક્વાર્ટર નં.એ/૧૪૨ ગ્રાઉન્ડ ફ્લોર રાજકોટ શહેર નં.(૩) સુરેશ ગોવીંદભાઇ આદીદ્રાવીડા  ઉ.વ.૨૮ ધંધો- મજુરી રહે, રૂખડીયા પરા ગેલ માતાના મંદીરની પાછળ અતુલભાઇના મકાનમાં ભાડેથી રાજકોટ શહેર નં.(૪) કામરાજ વેલુસ્વામી આદીદ્રાવીડ ઉ.વ.૨૮ ધંધો-મજુરી રહે,કોઠી કમ્પાઉન્ડ ક્વાર્ટર નં.એ/૧૦૪ ગ્રાઉન્ડ ફ્લોર રાજકોટને રોકડા રૂપીયા ૧૦,૪૫૦ સાથે પકડી કાર્યવાહી કરી છે.

આ  કામગીરી પો.ઇન્સ. એલ.એલ.ચાવડાના માર્ગદર્શન મુજબ જંકશન ચોકીના પો.સબ.ઇન્સ. બી.વી.બોરીસાગર તથા પો.હેડ.કોન્સ ચંદ્રસિંહ જે.ઝાલા તથા પો.કોન્સ આનંદભાઇ જે.મકવાણા તથા લોકરક્ષક રસિકભાઇ એમ.ધાધલ તેમજ આ કામે આર.પી.એફ.પો.સ્ટે.રાજકોટના પો.ઇન્સ. બાબુલાલ ચાવડા તથા તેમના આર.પી.એફ.સ્ટાફે કરી હતી.પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન ર મનોહરસિંહ જાડેજા તથા ઇ.મદદનીશ પોલીસ કમિશ્નર પશ્ચિમ વિભાગ  જે.એસ.ગેડમની સુચનાથી આ કાર્યવાહી થઈ હતી.

(5:47 pm IST)