રાજકોટ
News of Thursday, 16th May 2019

'પ્રદ્યુમન પાર્ક ઝૂ ' માં હવે નવુ નઝરાણું

પંજાબ અને મૈસુરનાં ઝૂ સાથે પ્રાણીઓ એકસચેન્જના કરારો માં આગામી સમયમાં સફેદ મોર, વરૂ, આફ્રીકન ગ્રે પેરોટ, ચૌશીલા, રીંછ, પેરાકીટ, ઝિબ્રા ફ્રિન્ચ સહિતનાં પક્ષીઓ-પ્રાણીઓનું આગમનઃ એશિયાઇ સિંહ, સફેદ વાઘ, જંગલ કેટ અપાશે

રાજકોટ, તા., ૧૬: શહેરની ભાગોળે આવેલ કુદરતી સૌંદર્યથી ભરપુર પ્રદ્યુમન પાર્ક-ઝું લોજીકલ પાર્કમાં હવેથી દેશ-વિદેશના અવનવા ૧૮ જેટલા પ્રાણી પશુ અને પક્ષીઓનું નવુ નજરાણું જોવા મળશે. રાજય સરકારના એનીમલ એકસચેન્જ પ્રોગ્રામ હેઠળ મૈસુર અને પંજાબના છતમીર ખાતેથી આ નવા પ્રાણીઓ, રાજકોટના પ્રદ્યુમન પાકર્મા આવનાર છે. તેના બદલે રાજકોટથી પ પ્રાણીઓ ઉપરોકત પ્રાણી સંગ્રહાલયને અપાશે.

આ અંગે મ્ય. કમિશ્નર બંછાનીની પાનીએ વિસ્તૃત માહીતી આપતા જણાવેલ કે રાજય સરકારના એનીમલ એકસચેન્જ પ્રોગ્રામ હેઠળ પ્રદયુમન પાર્ક ઝુમાં દેશ-વિદેશના અવનવા પ્રાણી-પશેુ અને પક્ષીઓ લાવવા માટેની વહીવટી પ્રક્રિયાઓ શરૂ થઇ ચુકી છે. જે અંતર્ગત ટુંક સમયમાં મૈસુરના યમા રાજેન્દ્ર ઝુ લોજીકલ ગાર્ડન ને એક એશીયાઇ સિંહ અને એક સફેદ વાઘ આપી તેના બદલામાં સારસ ક્રેનની નર-માદાની જોડી, યૌશીલા નર-માદાની જોડી, સફેદ મોર નર-માદાની જોડી, બ્લેક સન ર જોડી-ઇકલેકટસ પેરોટ ૧ જોડી, આફ્રિકન ગ્રે પેરોટ (૧), રોયલ બેંગાલ ટાઇગર -૧, વરૂ-એક જોડી, યેલ્લોવ ગોલ્ડન ફિઝન્ટ એક નર, બે માદા વગેરે મૈસુરથી લાવવામાં આવશે.

જયારે પંજાબના છતબીર ખાતે આવેલ  એમસીઝુ લોજીકલ પાર્કમાંથી હિમાલયન રીછ-૧, જંગલી કેટ- ૧-જોડી, હમદ્રયાસ બબુન-૧ જોડી, રોઝ રીંગ પેરાકીટ-૩ જોડી, એલેઝાન્ડ્રીન પેરાકીટ-ર જાડી, પેઇન્ેટેડ સ્ટ્રોક -૧૦ માદા. કોમ્બ ડક-રજોડી, ઝીબ્રા ફીન્ચ-૧૦ માદા, વગેરે પ્રદ્યુમન પાર્કમાં લાવવામાં આવશે અને તેના બદલામાં એશીયાઇ સિંહ એક જોડી, સફેદ વાઘ -૧ માદા, જંગલકેટ-૧ નર વગેરે પંજાબના છતબીર મોકલી અપાશે. આમ હવે રાજકોટના નગરજનોને વેકેસનમાં પ્રદ્યુમન ઝુ ખાતે નવુ નઝરાણું જોવા મળશે.

(4:02 pm IST)