રાજકોટ
News of Thursday, 16th May 2019

સીઇઓ મીટ

 પ્લેટીનમ હોટલ ખાતે સીઇઓ મીટની બીજી આવૃત્તિનું આયોજન કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં કરાયુ હતુ. જેમાં સીઆઇઆઇ ગુજરાત સ્ટેટ કાઉન્સીલના ચેરમેન રાજુ શાહ, સીઆઇઆઇ વેસ્ટર્ન ગુજરાત ઝોન ચેરમેન જયરાજ શાહ, સીઆઇઆઇ વેસ્ટર્ન ગુજરાત ઝોનના વાઇસ ચેરમેન નિશિથ મહેતા, દિગ્વીજય સીમેન્ટના સીઇઓ રાજીવ નંબિયાર, રોજર મોટર્સના મેનેજર ડીરેકટર ક્રીપલસિંહ જાડેજા, ધનરાજ શુગરના ડીરેકટર નરેશ કેલા, રાહીનો મશીન્સના મેનેજીંગ ડીરેકટર મનીષ કોઠારીએ ઉપસ્થિત રહી કંપની નેતૃત્વ અને વ્યવસ્થાપન અંગે વિચારો શેર કર્યા હતા. ઇપીપી કોમ્પોઝીટસ પી. લી. કલબ એમ્પેરીયા, સિનર્જી ફાઇનાન્સીયલ સર્વીસીસ, હીર ન્ટરનેશનલ અને વીરલ ડેવલપર્સનો આ ઇવેન્ટ માટે સહયોગ મળ્યો હતો. તેમ જયેશ પારેખ (મો.૯૩૨૮૧ ૨૯૪૭૦) ની યાદીમાં જણાવાયુ છે.

(4:00 pm IST)