ગુંદાવાડીમાં દિલીપ મહેતાના મકાનમાં દરોડો : જુગાર રમતા ૯ ઝડપાયા
મકાન માલીક દિલીપ તથા હિતેશ રાણપરા, પ્રકાશ ખીચડીયા, ભાવેશ પાટડીયા,પીન્ટુ રાધનપુરા, રવી કડેચા, જીજ્ઞેશ રાણપરા, ધર્મેશ આડેસરા અને રાજેશ વાગડીયાની ધરપકડ
રાજકોટ તા ૧૬ : ગુંદાવાડીમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી જુગાર રમતા નવ શખ્સોને પકડી લીધા છે.
મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ.એમ. ગઢવી ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ. બી. ધાંધલ્યા, હેડ કોન્સ. રાજેશભાઇ વાળા, હરેશગીરી, સિધ્ધરાજસિંહ જાડેજા, રઘુવીરસિંહ વાળા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ગુંદાવાડી શેરી નં.૨૦ માં રહેતા દિલીપ અશ્વીનભાઇ મહેતા (ઉ.વ.૨૬) ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક દીલીપ મહેતા તથા પ્રહલાદ પ્લોટ-૩૦ ના હીતેશ શાંતીલાલભાઇ રાણપરા (ઉ.વ.૩૭), બેડીનાકા નકલંક ચોકમાં હરીકૃષ્ણ એપાર્ટમેન્ટના પ્રકાશ કાંતીલાલભાઇ ખીચડીયા (ઉ.વ.૪૦), કોઠારીયા રોડ મેહુલનગર-ર ના ભાવેશ નસીતભાઇ પાટડીયા (ઉ.વ.૪૦), લક્ષ્મીવાડી શેરી નં.૭ ના પીન્ટુ રસીકભાઇ રાધનપુરા (ઉ.વ.૪૦), કનક રોડ પર રહેતો રવી રમેશભાઇ કડેચા (ઉ.વ. ૨૭), કરણપરા-૧૫ ના જીજ્ઞેશ અરવીંદભાઇ રાણપરા (ઉ.વ.૩૫), ગોપાલ નગર-૧ ના ધર્મેશ દિનેશભાઇ આડેસરા (ઉ.વ.૩૦) અને જયરાજપ્લોટ-૧૧ના રાજેશ કિશોરભાઇ વાગડીયા (ઉ.વ.૩૯) ને પકડી લઇ રૂા ૧૭૭૭૦ ની રોકડ સહીતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.