રાજકોટ
News of Wednesday, 15th May 2019

પોપટપરા વિસ્તારમાં પણ પાઇપ લાઇનમાં ભંગાણઃ વિતરણ ર કલાક મોડુ

કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીએ યુધ્ધનાં ધોરણે રિપેરીંગ કરાવ્યુ

રાજકોટ : છેલ્લા ઘણા દિવસોથી પોપટપરા, રઘુનંદન, કૃષ્ણનગર, મીયાણાવાસ, રેલનગર જેવા વિસ્તારોમાં પાણી મળતુ ન હતુ એવામાં આજરોજ પાણીના વાલ્વ સમયસર ખુલ્યા ન હોવાની ફરીયાદો મળતા જાગૃત કોર્પોરેટર અતુલભાઇ રાજાણી તથા વોર્ડ પ્રમુખ ગૌરવભાઇ પુજારા તાત્કાલીક સ્થળ પર પહોંચેલ ત્યાં જઇ સ્થીતીનું સંકલન કરી ડેપ્યુટી કમિશ્નર અને સીટી એન્જીનીયર સાથે ટેલીફોનીક સંપર્ક કરી તાબળતોબ વાલ્વ ખોલાવી લોકોને પાણી મળતુ કરાવ્યુ હતું. આજ સમયે અચાનક જ પોપટપરા મેઇન રોડ પર પાણીની મુખ્ય લાઇન તુટી ગયેલ અને કૃષ્ણનગર શેરી નં. ૧, ર તથા બાકીના વિસ્તારમાં ફોર્સ આવતો બંધ થઇ ગયેલ આ વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી મળતુ ન હોય પીવા સુધાનું પાણી પણ ગઇકાલના દિવસે મળેલ ન હતું. તેની ગંભીરતા ધ્યાનમાં રાખી અધિકારીઓને તાત્કાલીક સ્થળ પર બોલાવી ગણતરીના સમયમાં જ લાઇન રીપેર કરાવેલ અને જે શેરીઓમાં પાણી મળતુ ન હતુ તેવી શેરીઓમાં અધિકારીઓને એક-એક ઘર પર લઇ જઇ  લોકોના પાણીના પ્રશ્નના નિરાકરણ માટે વહેલી સવારથી સતત લોકો અને અધિકારીઓ સાથે રહી લોકોને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરાવેલ. તેમ અંતમાં કોર્પોરેટરની યાદીમાં જણાવાયું છે.

(3:51 pm IST)