રાજકોટ
News of Wednesday, 15th May 2019

ગર્ભ પરીક્ષણના કેસમાં ગાયનેક ડોકટરને કેસમાંથી ડીસ્ચાર્જ કરવા સેસન્સ કોર્ટનો હુકમ

રાજકોટ, તા., ૧૫: ગર્ભ પરીક્ષણ કેસમાં ગાયનેક ડો.ધર્મિશ પટેલને કેસમાંથી ડિસ્ચાર્જ કરવાનો મહત્વપુર્ણ ચુકાદો અપીલ કોર્ટે આપેલ હતો.

રાજકોટ શહેરના ચંદ્રેશનગર મેઇન રોડ ઉપર આવેલ પાર્શ્વ હોસ્પીટલનાં ડો.અંકીશ જે. શાહ, ડો.ધર્મિશ બી.પટેલ, પ્રતિમાબેન નંદાણી સામે ડો. પપ્પુકુમારસિંહે ડીસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટી ઇન્ચાર્જ જે તે સમયે તાલુકા હેલ્થ ઓફીસર તરીકે કોર્ટમાં પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એકટ ૧૯૯૪ની કલમ ૪ (૩), પ (૧) (બી) અને કલમ ર૯ અને રૂલ્સ ૬ (ર), ૯ (૧), ૯(૪)૧૦ અને ૧૭(ર) હેઠળની ખાનગી ફરીયાદ દાખલ કરેલ જેમાં પ્રીચાર્જનો પુરાવો પુરો થયા બાદ ડો.ધર્મીશ પટેલ દ્વારા સીઆરપીસી કલમ ર૪પ અન્વયે પોતે નિર્દોષ હોય જેથી ડિસ્ચાર્જ કરવા નીચેની કોર્ટમાં અરજી કરેલ જે અરજી એડી. ચીફ. જયડી. મેજી.એ નામંજુર કરતા તે હુકમ સામે નારાજ થઇને રાજકોટ સેસન્સ કોર્ટમાં તેઓના એડવોકેટ રાજેશ બી.ચાવડા મારફતે રીવીઝન એપ્લીકેશન દાખલ કરેલ.

કોર્ટે બંને પક્ષોની દલીલો તથા નીચેની કોર્ટના રેકર્ડને ધ્યાને લઇને મહત્વપુર્ણ તારણ કાઢવામાં આવેલ કે કોર્ટનું મહત્વપુર્ણ તારણ મારી દ્રષ્ટિએ કોઇ ડોકટર સગર્ભાને કહે બાળક સારૂ છે તો તેવું કહેવાથી બાળકની જાતી કોમ્યુનીકેટ કરી કહેવાય નહી તે મુજબ મહત્વપુર્ણ ચુકાદો આપી અને ગર્ભ પરીક્ષણનાં ગંભીર કાયદામાંથી ત્રણ ડોકટર પૈકી ડો.ધર્મેશ પટેલને ડિસ્ચાર્જ કરવાનો હુકમ રાજકોટના એડી. સેસન્સ જજ એચ.બી.ત્રિવેદીએ હુકમ ફરમાવેલ છે. આ કેસમાં આરોપી ડો.ધર્મિશ બી.પટેલ  તરફે એડવોકેટ તરીકે યુવા ધારાશાસ્ત્રીશ્રી રાજેશ બી.ચાવડા, કે.બી.ચાવડા, જયોતી શુકલ, જીજ્ઞેશ યાદવ, ધારા મકવાણા, સોના જીવરાજાની, સ્વાતી પટેલ, નયના મઢવી, હેમા સોલંકી વિગેરે રોકાયેલા હતા.

(3:43 pm IST)